Aapnu Gujarat
Uncategorized

જૂનાગઢમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતમાં છારવારે માટી માત્રામાં દારૂ પકડાય છે. જોકે, જૂનાગઢમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી પકડાઇ છે. નવાઇની બાબત એ છે કે, અલગ અલગ બ્રાન્ડની બોટલો હોય પરંતુ એમાં દારૂ તો એક જ ભરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે જૂનાગઢના કડિયાવાડની શેરીમાં દારૂ બનાવતી ફેક્ટરી ચાતી હોવાની બાતમી મળી હતી. જોકે, બાતમીના આધારે દરોડા પાડતા ફેક્ટરીમાંથી લૂઝ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલસીના જણાવ્યા પ્રમાણે આ લૂઝ દારૂમાં ડિસ્ટિલ્ડ વોટર ભેળવવામાં આવતું હતું અને લોકો જે બ્રાંડનો દારૂ માગે તે બ્રાંડના સ્ટીકર બોટલ પર લગાવીને દારૂ ભરીને પધરાવી દેવામા આવતો હતો. આમ દારૂની બોટલ પર સ્ટીકર અલગ અલગ બ્રાંડનાં લગાવવામાં આવતા હતા પરંતુ બોટલમાં દારૂ એક સરખો જ ભરવામા આવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે બુટલેગરોને જાણ પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ દારૂનું વેચાણ કરી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાંથી નકલી ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. રેન્જ આઈજી અને પોલીસવડાની કડક સૂચના બાદ એસઓજીએ કડીયાવાડમાંથી નકલી ઈંગ્લીશ બનાવવાની ફેક્ટરી સાથે એક શખ્સને દબોચી લીધો છે.
ઝડપાયેલા દારૂની કુલ બજાર કિંમત રૂ.૩,૩૫,૨૦૦ થવા પામે છે. સાથે જ રૂ. ૫૩,૦૦૦ની કિંમતનો ૧૦૦ લિટર લૂઝ દારૂ પણ ઝડપી પાડ્યો છે. દારૂની ફેક્ટરીમાંથી દારૂ ભરવાની કાચની બોટલ, પુઠાના બોક્સ, ઠાકણાઓ, બોટલ સીલ કરવાનું મશીન, રોયલ સ્ટેગ કંપનીના બોટલમાં લગાવવાના સ્ટીકર તથા સાધનો મળી કુલ રૂ, ૪,૨૧,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. નકલી દારૂની ફેક્ટરી ચલાવનાર સન્ની સોંદરવાને પોલીસે ઝડપી પાડી તેની સામે ગુનો નોંધ્યો છે. આ અંગેની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ કરી રહી છે.

Related posts

પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસે ૧,૦૪,૬૪૦ નો વિદેશી દારૂ તથા બોલેરો પીકપ મળી કુલ ૫,૨૯,૬૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો.. આરોપી ગાડી મૂકી અંધારાનો લાભ લઇ ફરાર

aapnugujarat

જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી પરિણામ આવ્યું

editor

મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગરની ગુજરાત રાજ્યના મુખ્ય સચિવએ કરી મુલાકાત

editor

Leave a Comment

UA-96247877-1