Aapnu Gujarat
ગુજરાત

મકરબા ગામમાં સ્મશાન પરનો પ્લોટ ખાનગી પ્લોટ જાહેર

અમદાવાદ શહેરના મકરબા ગામમાં આવેલા ૨૦૦ વર્ષ જુનુ સ્મશાન જે પ્લોટ ઉપર આવેલુ છે એ પ્લોટને સરકાર દ્વારા ખાનગી પ્લોટ જાહેર કરવામાં આવતા ખુબ મોટો છબરડો સર્જાવા પામતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે સરકારનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે.આ અંગે પ્રાપ્ત થતી માહીતી અનુસાર,શહેરના મકરબા ગામમાં ૨૦૦ વર્ષ જુનુ સ્મશાન આવેલુ છે.આ સ્મશાન ખુબ જર્જરીત બની ગયેલુ હોઈ સાંસદ તરીકે તેના રિનોવેશન માટે એલ.કે.અડવાણી દ્વારા રૂપિયા ૨૦ લાખ રૂપિયાની ગ્રાંટની ફાળવણી પણ કરવામાં આવી છે.દરમિયાન સરકારી તંત્ર દ્વારા અચાનક આ પ્લોટને ખાનગી જાહેર કરી દેવામાં આવતા સાંસદ અડવાણી દ્વારા રૂપિયા વીસ લાખની ગ્રાંટની ફાળવણી કરવામાં આવી છે તેનો ઉપયોગ કરીને સ્મશાનનું રિનોવેશનનું કામ કરાવવું કે કેમ તે મામલે રાજય સરકારનો અભિપ્રાય માંગ્યો છે.

Related posts

पुण्य कमाने के चक्कर में लोग गाय की बीमारी में भागीदार बनें

aapnugujarat

રાજયની ૭ હજારથી વધુ એસટીના પૈડા થંભી જશે

aapnugujarat

ચૂંટણી આવવાની છે ત્યારે કેટલીક રાજકીય પાર્ટીઓ મફત આપવાનું વચન આપશે, આપણી સંસ્કૃતિ આવી નથી : સી.આર. પાટીલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1