Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

મોદી મોજિકઃ વડાપ્રધાનની મુલાકાતથી અમેરિકનોને મળશે રોજી-રોટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર અમેરિકી મુલાકાતમાં ૨૫ જૂને વોશિંગ્ટન પહોંચી જનાર છે. ૨૬ જૂને તેઓ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. વડાપ્રધાન મોદી સાથે ટ્રમ્પની આ પ્રથમ રૂબરૂ મુલાકાત હશે. આ અગાઉ બંને નેતાઓએ માત્ર ટેલિફોન પર જ વાત કરી હતી.નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતની જાહેરાત કરતાં ટ્રમ્પના પ્રેસ સચિવ શોન સ્પાઈસરે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના ન્યૂ ઈન્ડિયા વિઝનથી અમેરિકામાં નોકરીઓનું સર્જન થશે. સ્પાઈસરે આજે-સોમવારે જણાવ્યું હતું કે અમેરિકી ઉર્જા, ટેકનોલોજી અને કુદરતી ગેસ ભારતના વિકાસમાં મદદ કરી રહ્યા છે. જેનાથી અમેરિકામાં હજારો નોકરીઓનું સર્જન થશે.

સ્પાઈસરે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની આ મુલાકાતમાં ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી માટે સમાન દ્રષ્ટિકોણ માટે રૂપરેખા ઘડી કાઢવામાં આવશે. આમાં ૧.૬ અબજ લોકોનું હિત સંકળાયેલું છે.પ્રેસ સચિવે વધુમાં જણાવ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને ઘનિષ્ઠ બનાવવા અને પ્રથામિક હિતોને આગળ ધપાવવાની પદ્ધતિ વિશે ચર્ચા કરવાની અપેક્ષા રાખે છે. બંને નેતાઓ વચ્ચે આતંકવાદ સામેની લડાઈ, આર્થિક વિકાસને વેગવાન બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.સ્પાઈસરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ૨૦૦૦થી ૨૦૧૬ સુધી ભારત અને અમેરિકા વચ્ચેના વેપારમાં છ ગણો વધારો થયો છે. બંને દેશો વચ્ચેનો વેપાર ૨૦૧૬માં ફક્ત ૧૯ અબજ ડોલર જ હતું, પરંતુ ૨૦૧૬માં ૧૧૫ અબજે પહોંચી ગયું છે. ભારતની ઝડપી આર્થિક પ્રગતીનો ઉલ્લેખ કરતાં સ્પાઈસરે જણાવ્યું હતું કે ભારતની જીડીપી સાત ટકા છે.

Related posts

Nearly 2 billion doses of Covid-19 vaccines to be shipped to developing countries in 2021: UNICEF

editor

Indian-American entrepreneur elected as Biden’s delegate for August convention

editor

Helicopter crashed off Grand Cay island in Bahamas, 7 Americans died

aapnugujarat

Leave a Comment

UA-96247877-1