Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાંકરેજની બનાસ નદીમાં ભુસ્તર વિભાગે સપાટો બોલાવ્યો

બનાસકાંઠા જીલ્લાનાં કાંકરેજ તાલુકાનાં વિસ્તારમાંથી પસાર થતી બનાસ નદીમાં ભુ માફીયાઓ દ્વારા દિવસ – રાત નદીમાં બિનકાયદેસર રીતે રેતીનું ખનન કરી રહ્યાં છે અને સરકારની તીજોરી ને કરોઙો રૂપિયાનું નુકસાન કરાવી રહ્યાં છે ત્યારે આજે સવારથી પાલનપુર અને ગાંધીનગર વિભાગનાં ખાણ ખનિજ વિભાગનાં અઘિકારીઓ દ્વારા અચાનક તપાસ હાથ ધરતાં કરોઙોનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.
કાંકરેજ તાલુકામાં અનેક રેતીની લીજો આવેલી છે ત્યારે ભુમાફીયાઓ દ્વારા બિનકાયદેસર રેતીનું ખનન કરી રોયલ્ટીની ચોરી કરીને બિન્દાસ રેતીનાં ડમ્પર ભરાવે છે. વારંવાર ખાણ ખનિજ વિભાગને આ બાબતે રજુઆતો થતા અધિકારીઓએ વહેલી સવારથી બનાસ નદીનાં પટમાં આવીને ભુ માફીયાઓ સામે કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી જેમાં પાલનપુર ખાણ ખનિજ વિભાગનાં અધિકારીઓ અને ગાંધીનગરનાં અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઇ હતી જેમાં પાલનપુર ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ ઉંબરી અને રાનેરની બનાસ નદીનાં પટમાંથી બિન અધિકૃત રીતે ખનન કરી રોયલ્ટી પાસ વગર રેતીની ચોરી કરી વાહન કરી જતા એક સાથે ચાર ડમ્પરને ઝડપી પાડ્યા હતા અને બનાસ નદીનાં પટમાંથી એક હિટાચી મશીનને પણ જપ્ત કરવામાં આવ્યું હતું ત્યારે ગાંધીનગરથી આવેલાં અધિકારીઓ પણ એજ રીતે ત્રણ ડમ્પર ઝડપી પાડ્યાં હતા ત્યારે ડમ્પર અને હિટાચી મશીન સહિત ૨ કરોડ રૂપિયા જેટલાનો મુદ્દામાલ ઝડપીને શિહોરી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો. અંદાજે ૧૦ લાખ ઉપરનો દંડ વસુલવામાં આવ્યો છે તેમ અધિકારીએ જણાવ્યું હતું, એક સાથે આટલી રેતીની ચોરી ઝડપી પાડતા ભુ માફિયા અને લીઝ ધારકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. કાંકરેજ વિસ્તારમાં વારંવાર રેતી ચોરીના બનાવો બને છે, હજુ જો ખાણ ખનિજ વિભાગ જામપુર, કસલપુરા, દુદાસણ, અરણીવાડા સહિત બનાસ નદીનાં પટમાં રાત્રિનાં સમયે તપાસ કરવામાં આવે તો હજુ પણ મોત્રપાયે રેતી ચોરી ઝડપાઈ શખે એમ છે.
(તસવીર/અહેવાલઃ મોહંમદ ઉકાણી કાંકરેજ, બનાસકાંઠા)

Related posts

અમરનાથ યાત્રા : ૭૦ હજાર શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરાયા

aapnugujarat

बिहार में अपना घर दुरूस्त करने की कवायद में जुटी कांग्रेस पार्टी

aapnugujarat

અજાણી મહિલાને ડાર્લિંગ કહી બોલાવવી એ જાતીય સતામણી ગણાયઃ કલકત્તા હાઈકોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1