Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ સિવિલ ખાતે કાર્યરત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ પિડિત મહિલાઓનું સાથી બન્યું

ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના સહયોગથી સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ‘સખી વન સ્ટોપ સેન્ટર’ કાર્યરત છે. આ સેન્ટરનો મુખ્ય હેતુ કોઈ પણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાનો તાત્કાલિક તબીબી, કાયદાકીય, મનો વૈજ્ઞાનિક અને પરામર્શની સેવા એ જ છત્ર હેઠળ પુરી પાડવી અને જાહેર, ખાનગી સ્થળે હિંસાનો ભોગ બનનાર મહિલાઓને એક જ સ્થળે તમામ મદદ અને આધાર મળી રહે તે છે. સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ,દિલ્હી, મધ્યપ્રદેશ સહિતના કુલ ૭૬ મહિલાઓને બળાત્કાર, ઘરેલુ હિંસા, છેડતી, શારીરિક અને માનસિક શોષણ જેવા અત્યાચારોમાં જરૂરી મદદ પુરી પાડવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે સેન્ટર ઍડમિનિસ્ટ્રેટર તરીકે મિત્તલ પટેલ, પ્રીતિ મોદી, નેહા નાગર અને અન્ય કર્મચારીઓ પિડિત મહિલાઓને મદદરૂપ બની રહ્યા છે.
‘સખી વન સ્ટોપ સેન્ટર’ સિવિલ હોસ્પિટલ અમદાવાદના સેન્ટર ઍડમિનિસ્ટ્રેટરવમિત્તલ પટેલે જણાવ્યું હતું કે, ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે સમાજમાં અથવા કાર્યના સ્થળે હિંસાનો ભોગ બનતી મહિલાઓને તાત્કાલિક ધોરણે તબીબી સેવા, પરામર્શ, કાનુની માર્ગદર્શન, પોલીસ સેવા આશ્રય અને સંસ્થાકીય મદદ જેવી સંકલિત સેવા એક જ સ્થળેથી આપવામાં આવે છે. કોઇ પણ પિડિત મહિલા બળાત્કાર, ઘરેલુ હિંસા, છેડતી, શારીરિક અને માનસિક શોષડ જેવા અત્યાચારો સામે નિર્ભય બનીને ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતેથી મદદ મેળવી શકે છે. અમારા સેન્ટરમાં અત્યાર સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિલ્હી,મધ્યપ્રદેશ સહિતના કુલ ૭૬ મહિલાઓને બળાત્કાર,ઘરેલુ હિંસા, છેડતી, શારીરિક અને માનસિક શોષણ,જેવા અત્યાચારોમાં પિડીત મહિલાઓને જરૂરી તમામ મદદ કરવામાં આવી છે. આ કામગીરી કરવા માટે જિલ્લા કલેક્ટર, મહિલા બાળ વિકાસ અધિકારી એઝાઝ મનસુરી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી નિલેશ્વરી ગોહિલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. ‘સખી વન સ્ટોપ સેન્ટર’ના કર્મચારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં જઇને મહિલાઓને પોતાના હક માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.


(તસ્વીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગા)

Related posts

ઇતરીયામાં ધારાસભ્ય આત્મારામ ભાઇ પરમાર દ્વારા નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ

editor

Home Loan: ઘર ખરીદનારાઓ માટે સારા સમાચાર! આ બેંકે તેની હોમ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો

aapnugujarat

अहमदाबाद : चार दिन में उल्टी-दस्त के ७६ केस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1