Aapnu Gujarat
ગુજરાત

થરા હોસ્પિટલમાં ૭ વર્ષની બાળકીનું મોત થતાં કર્મચારીઓ પર ગંભીર આક્ષેપ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે પૂજા ઠાકોર નામની બાળકીને ગઈકાલે સવારે ૧૧ વાગ્યે થરા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી તે સમયે હાજર ડોકટર ગૌસ્વામીએ બાળકીનો બ્લડ ટેસ્ટ કરી નર્સને બાટલો ચઢાવવા માટે કહ્યું હતું. બાટલો ચઢતી વખતે અચાનક ખેંચ આવતાં પૂજા નામની બાળકીનું મોત થયુ હતું. મૃતકના કુટુંબીજનોએ ડોકટરની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપ કર્યો હતો.
થરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરવામાં આવી હતી ત્યારે થરા પોલીસે એડી ગુનો દાખલ કરવાનું કહેતાં મૃતકના વાલીઓ એ ના પાડી દીધી હતી અને પીએમ કરવા માટે લેખિતમાં ડૉક્ટરને જણાવ્યું હતું પણ પીએમ થયા બાદ લાશ લેવાનો ઈન્કાર કરતાં મૃતકના કુટુંબીજનો પોતાના માણસો સાથે પાલનપુર એસપી કચેરી ખાતે દોડી ગયા હતા ત્યારે ૨૪ કલાકથી પૂજા ઠાકોરની ડેડ બોડી થરા રેફરલ હોસ્પિટલના પીએમ રૂમમાં પડી છે ત્યારે હજુ સુધી ઈન્દ્રમણા ગામના લોકોએ લાશ લેવાનો ઈન્કાર કરી દીધો હતો ત્યારે જોવું એ રહ્યું કે આખરે કોનીબેદરકારી. એક બાજુ વરસાદી પાણી રસ્તા ઉપર ભરાઈ ગયા છે ત્યારે દર્દીઓને આવવા જવાની મુશ્કેલી પડી રહી છે અને એક બાજુ પૂજા ઠાકોરની લાશ લેવાનો ઈન્કાર કરેલા ઈન્દ્રમણાના લોકોના ટોળાં એકઠા થયેલા જોવા મળે છે ત્યારે ખરેખર દર્દીઓ માટે ભગવાન ગણાતા ડોક્ટરો ઉપર લગાવેલા આક્ષેપ ખરેખર ખોટા કે સાચા તે અંગે હજુસુધી જાણી શકાયું નથી ત્યારે હવે ફરીથી પુજા ઠાકોરનું પી.એમ કરવામા માટે ધારપૂર અથવા અમદાવાદ ખાતે લઇ જવામાં આવશે તેવું જાણવા મળ્યુ હતું ત્યારે આ સરકારી હોસ્પીટલમાં રાજ નામના મેઙીકલ સ્ટોરમાંથી મોટાભાગની દવાઓ દર્દીર્આને લખી આપવામાં આવે છે ત્યારે પુજા ઠાકોર માટે પણ દવા રાજ મેઙીકલમાંથી જ મંગાવવામા આવી હતી ત્યારે કેમ થરા રેફરલ હોસ્પીટલનાં ઙોક્ટરોને બહારથી દવા મંગાવવી પઙે છે. શું સરકાર આ હોસ્પીટલમાં પુરતી દવા નથી આપતી કે પછી ઙોક્ટરોનાં કમિશન માટે આ એક માત્ર રાજ મેડિકલ સ્ટોરમાંથી જ દવા લાવવા માટેદર્દીઓને મજબુર કરવામાં આવે છે તે મોટો પ્રશ્ર છે.
(તસવીર/અહેવાલ-મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

Youth Cultural Festival “Ambrosia 2018” at Hare Krishna Mandir, Bhadaj

aapnugujarat

વાડજમાં પાણીના કકળાટમાં યુવકની ઘા ઝીંકીને ક્રૂર હત્યા

aapnugujarat

રખડતા ઢોરનાં માલિકો પાસેથી ૯૭.૪૯ લાખ દંડ વસૂલ કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1