Aapnu Gujarat
ગુજરાત

વિશ્વ યોગ દિવસની ઉજવણી : જિલ્લાના પ્રત્યેક તાલુકામાં બે જાહેર યોગ શિબિરોનું આયોજન

તા.૨૧ જુન, ૨૦૧૭ના રોજ જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં વિશ્વ યોગ દિવસની વ્યાપક અને અસરકારક ઉજવણી લોકસહયોગથી થાય તે માટે જિલ્લા પ્રશાસને જિલ્લા કલેકટર પી.ભારતી અને જિલ્લા વિકાસ અિધકારી ડૉ. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સઘન પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે. જેના ભાગરૂપે જિલ્લાના આઠ તાલુકાઓમાં, તાલુકા દીઠ ૨ પ્રમાણે જાહેર યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યુ છે જ્યાં તા.૨૧/૦૬ના રોજ તાલુકાના લોકો જાહેર યોગાભ્યાસમાં ભાગ લઈ શકશે.

તાલુકા પ્રશાસનોએ કરેલી વ્યવસ્થા પ્રમાણે ડભોઇ તાલુકામાં કાયાવરોહણના લકુલીશ વિદ્યામંદિર અને ડભોઇ શહેરમાં શિનોર ચોકડી પાસે લેઉઆ પટેલ સમાજ વાડીમાં, પાદરા શહેરની પી.પી.શ્રોફ હાઇસ્કૂલ અને ઝેન હાઇસ્કૂલમાં, ડેસર તાલુકામાં ડેસર અને સાંઢાસાલની હાઇસ્કૂલમાં, કરજણ તાલુકામાં બામણગામના પંચવટી ઉદ્યાન તેમજ મિયાગામના સુમેરૂ નવકારતીર્થ ખાતે, સાવલી તાલુકામાં સાવલી હાઇસ્કૂલ અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે, શિનોર તાલુકામાં જે.સી.પટેલ હાઇસ્કૂલ (શિનોર) અને એચ.એસ.ટી.કોલેજ, સાધલીમાં, વાઘોડિયા તાલુકામાં ડૉ. એન.જી.શાહ હાઇસ્કૂલ અને જરોદની એમ.પી.શાહ હાઇસ્કૂલ ખાતે તથા વડોદરા ગ્રામ તાલુકામાં પોર ગામે જીઆઇડીસીના કોમ્યુનીટી હોલમાં અને હરિધામ સોખડા ખાતે લોકોની સુવિધા માટે જાહેર યોગાભ્યાસ શિબિરોનું આયોજન કરવામાં આવ્યુ છે. જિલ્લા પ્રશાસને લોકોને ખૂબ મોટી સંખ્યામાં યોગાભ્યાસમાં જોડાવા ખાસ અનુરોધ કર્યો છે. સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારશ્રીએ તા.૨૧/૦૬ના રોજ ઉપરોક્ત સ્થળોએ વહેલી સવારે યોગ દિવસની ઉજવણીમાં યોગાભ્યાસમાં દૂધ ઉત્પાદક સહિત તમામ પ્રકારની સહકારી મંડળીઓ, ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિઓ અને અન્ય સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ, સદસ્યો અને કર્મચારીઓને યોગાભ્યાસમાં ભાગ લેવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં ૦૫ મુખ્ય સ્થળો અને બારે બાર વોર્ડમાં એક સ્થળ મળીને કુલ ૧૭ જાહેર યોગાભ્યાસ સ્થળોની, જ્યારે જિલ્લામાં જિલ્લા પ્રશાસને આઠ તાલુકાઓમાં ૧૬ જાહેર યોગાભ્યાસ સ્થળોની વ્યવસ્થા કરી છે. એટલે શહેર-જિલ્લામાં કુલ ૩૩ જાહેર સ્થળો તા.૨૧/૦૬ના રોજ યોગાભ્યાસ માટે ઉપલબ્ધ રહેશે.

Related posts

India – Pakistan સરહદ પરના ‘ઝીરો પોઇન્ટ’ ખાતે સુવિધાઓ વિકસાવાશે : રૂપાણી

editor

સ્ટેચ્યૂ ઓફ યુનિટીે વિશ્વની સૌથી યુવાન લોકશાહી માટે નાગરિકતાના માર્ગનો પ્રેરણા સ્ત્રોત છે : સ્મૃતિ ઈરાની

editor

અમદાવાદ એરપોર્ટ પરથી સોનું ઝડપાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1