Aapnu Gujarat
મનોરંજન

સની લિયોની બની ગૂગલ નંબર વન

સની લિયોની ફિલ્મો સિવાય હાલના દિવસોમાં પોતાના બાળકોને લઈને ખુબ ચર્ચાઓમાં આવતી હોય છે. ફેન્સ તેની નાનામાં નાની એક્ટિવિટી વિશે જાણવા ઈચ્છતા હોય છે. તેની પૃષ્ટિ એકવાર ફરી થઈ જ્યારે સની લિયોનીએ પોપ્યુલરિટી મામલે ઘણા મોટા સ્ટાર્સને પાછળ છોડી દીધા.સની લિયોનીએ સોશિયલ મીડિયાથી લઈને ગૂગલ ટોપ સર્ચ સુધી ધૂમ મચાવી છે. આ વર્ષે પણ સની ભારતમાં ગૂગલ સર્ચમાં ઓગષ્ટના પહેલા અઠવાડીયા સુધી સૌથી વધારે સર્ચ કરનારૂ નામ છે. સ્ટાર્સની લિસ્ટમાં પહેલા નંબર પર છે સની. સની લિયોનીએ આ લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, શાહરૂખ ખાન અને સલમાન સહિત બીજાને પણ પાછળ છોડી દીધા છે.ગૂગલ ટ્રેન્ડ એનાલિટિક્સ અનુસાર, વધારે લોકો સનીથી જોડાયેલા વીડિયોને ગૂગલ પર સર્ચ કર્યાં છે. તે સિવાય તેની બાયોપિક સિરીઝ ‘કરણજીત કૌરઃ ધ અલટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની’ને પણ લોકોએ સર્ચ કરી છે. સની લિયોનીને સર્ચ કરનારા રાજ્યમાં મણિપુર અને અસમ સૌથી આગળ છે.ગૂગલ સર્ચમાં ટોપ પોઝિશન આવવાથી સની લિયોનીએ કહ્યું કે, મારી ટીમે મને આ વિશે જણાવ્યું. આ મારા ફેન્સના કારણે થઈ શક્યું છે જે સતત મારી સાથે બનેલા છે. મને ખુબ આનંદ થયો આ બાબતે.ગત વર્ષ પણ સની લિયોની ગૂગલ સર્ચમાં પ્રથમ ક્રમ પર હતી. જણાવી દઈએ કે કેનેડામાં જન્મેલી સની લિયોનીએ વર્ષ ૨૦૧૨માં પૂજા ભટ્ટની ફિલ્મ જિસ્મ ૨ને લઈને બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ. તે સિવાય તેણે જેકપોટ, રાગીની એમએમએસ ૨, એક પહેલી લીલા અને તેરા ઈંતજાર જેવી ફિલ્મો કરી છે.

Related posts

દોસ્તાના-૨ ફિલ્મમાં સિદ્ધાર્થ, જાન્હવીને લઇ સસ્પેન્સ

aapnugujarat

सलमान पर मुकेश खन्ना का धावा, कहा विदेश के शो का कॉपी वर्जन बिग बॉस

editor

સુબ્રત દત્તાની આવનારી વેબ સિરીઝ લાલ બઝાર સચ્ચાંઈ અને બુરાઈના સંઘર્ષ પર આધારિત

editor

Leave a Comment

UA-96247877-1