Aapnu Gujarat
રમતગમત

વિરાટ-રોહિત વચ્ચેનાં મતભેદનાં સમાચારને વિનોદ રાયે ફગાવ્યા

ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન વચ્ચે મતભેદના સમાચાર છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ દરમિયાન બંને વચ્ચે ઘણા મુદ્દા પર મતભેદ હતા અને ટીમ બે ગુટમાં વહેંચાઈ ગઈ હતી. ગલ્ફ ન્યૂઝે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપમાં બે ગુટોમાં વહેંચાઈને રમી હતી. એક ગ્રૂપ વિરાટ કોહલીનું અને બીજુ રોહિત શર્માનું હતું. રોહિત શર્માના જુથના ખેલાડીઓ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીના નિર્ણયથી સંતુષ્ટ ન હતા.
આ મુદ્દે બીસીસીઆઈનું નિવેદન સામે આવ્યું છે. બીસીસીઆઈની પ્રશાસકોની સમિતિના પ્રમુખ વિનોદ રાયે કોહલી અને રોહિત શર્મા વચ્ચે મતભેદ હોવાના સમાચારને ફગાવી દીધા છે. તેમણે આ પ્રકારના સમાચાર માટે મીડિયાને જવાબદાર ગણાવ્યું છે અને કહ્યું હતું કે મીડિયાએ આવો માહોલ બનાવ્યો છે. આવા પ્રકારની બધી કહાનીઓ તમે લોકોએ તૈયાર કરી છે.
ગત સપ્તાહે રોહિત અને કોહલી વચ્ચે મતભેદના સમાચાર આવ્યા હતા. મીડિયા રિપોટ્‌ર્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું છે અને ટીમ ઇન્ડિયાના પરાજય પછી બંને વચ્ચે વાતચીત બંધ છે.

Related posts

विश्व कप फाइनल की जीत और लीड्स टेस्ट काफी करीब : स्टोक्स

aapnugujarat

લા લીગા : રિયલ મેડ્રિડ-એટલેન્ટિકોની મેચ ડ્રો રહી

aapnugujarat

गेंदबाजी में साझेदारियां अहम रहेंगी : रहाणे

editor

Leave a Comment

UA-96247877-1