Aapnu Gujarat
મનોરંજન

અમિતાભ બચ્ચને આસામ પૂર પીડિતો માટે ૫૧ લાખનું દાન આપ્યું

આસામમાં આવેલા ઘોડાપૂરના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. તેની લપેટમાં ફક્ત માણસો જ નહીં પરંતુ પશુ-પક્ષીઓ પણ આવી ગયા છે. અહીંની પરિસ્થિતિ અત્યંત હ્રદયદ્રાવક અને ગંભીર થઈ ગઈ છે. કાઝિરંગા નેશનલ પાર્કમાં સ્થળ ત્યાં જળ થઈ ચૂક્યું છે. એવામાં રાહત કાર્ય માટે અને પૂર પીડિતોને મદદ કરવા માટે ઘણા દયાળુ લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. જેમાં બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનના નામનો પણ સમાવેશ થયો છે. બિગ બીએ પૂરગ્રસ્તો માટે ફક્ત દાન કર્યું છે એટલું જ નહીં પરંતુ અન્ય લોકોને પણ મદદ કરવા માટે અપીલ કરી છે.
આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ટ્‌વીટર પર આ અંગેની જાણકારી શેર કરી હતી. તેમણે લખ્યું કે ‘મુખ્યમંત્રી રાહત ફંડમાં બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ૫૧ લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે જેના માટે તેઓ પ્રશંસાને પાત્ર છે. બચ્ચને આ ટ્‌વીટ પર જવાબ આપતા અન્ય લોકોને પણ મદદ કરવા માટે અપીલ કરી.
બચ્ચને ટ્‌વીટ કરતા કહ્યું કે ‘આસામ પર સંકટના વાદળો છવાઈ ગયા છે. પૂરના કારણે ત્યાં ખૂબ જ નુકશાન થયું છે. આપણા ભાઈ-બહેનોની મદદ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં ઉદારતાપૂર્વક યોગદાન કરો. મેં પણ કર્યું છે, શું તમે કર્યું?

Related posts

સની લિયોન હજુ સૌથી લોકપ્રિય હસ્તી

aapnugujarat

યુનાઈટેડવર્લ્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન દ્વારા તેની એપરલ બ્રાન્ડ લોંચ કરવા પ્રસંગે ભવ્ય ફેશન શો યોજાયો

aapnugujarat

જુદી જુદી ભાષાની ફિલ્મો કરવા તમન્ના ઉત્સુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1