Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નાસા ૨૦૨૪ સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર માનવીને ઉતારવા તૈયાર

અમેરિકી સ્પેસ એજન્સી નાસા અંતરિક્ષની રેસમાં સૌથી આગળ રહેવા માટે ફરી એકવાર માણસને ચંદ્ર પર મોકલવાની યોજના બનાવી રહી છે. નાસાએ પ્રેસ રિલીઝ કરીને કહ્યું કે, એજન્સી ૨૦૨૪ સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર માનવીને ઉતારવા માગે છે, જેથી તેને ચંદ્રની કક્ષામાં ચક્કર લગાવનારા સ્પેસ સ્ટેશનની જરૂર ન પડે. નાસાએ ખાનગી કંપનીઓ પાસે સૂચનો પણ માગ્યા છે.
રિપોટ્‌ર્સ પ્રમાણે, નાસાનો આંતરિક અભ્યાસ ચંદ્ર પર ફરી જવા માટે ત્રણ સ્ટેજવાળા લેન્ડિંગ સિસ્ટમનું સમર્થન કરે છે. જો કે, એજન્સી ખાનગી કંપનીઓના આધારે ચંદ્ર પર જવાના વૈકલ્પિક અને શોર્ટકટ પદ્ધતિઓ પર પણ ધ્યાન રાખી રહી છે.
નાસાની ત્રણ સ્ટેજની યોજના હેઠળ પહેલા સ્ટેજમાં માનવીને એક ગેટવેના આધારે ચંદ્રની ઉપરની કક્ષામાં છોડવામાં આવે, ત્યારબાદ તેને સપાટી સુધી લઈ જવાનું અને ત્યારબાદ ફરી ચંદ્રના ગેટવે સુધી પહોંચાડવાનું છે. આ જ ગેટવેથી એસ્ટ્રોનોટ્‌સ ઓરાયન ક્રુ સ્પેસક્રાફ્ટમાં સવાર થઈ ૨.૫ લાખ કિલોમીટરનું અંતર કાપીને પૃથ્વી સુધી પહોંચી શકશે.

Related posts

ફિનલેન્ડ-સ્વીડનને નાટોમાં શામેલ કરવા પર તુર્કીના રાષ્ટ્રપતિ એદ્રોઆને ઇનકાર કર્યોે

aapnugujarat

अफगानिस्तान में 5 सुरक्षा कर्मियों की हत्या

editor

વૈશ્વિક નિયમો કોઇ એક દેશ દ્વારા લખાયેલા ન હોય : ચીન

editor

Leave a Comment

UA-96247877-1