Aapnu Gujarat
ગુજરાત

મોદી સરકાર દ્વારા ૯ થી ૧૧ જૂન યોજાશે મોદી ફેસ્ટ

એનડીએ સરકારના ત્રણ વર્ષના શાસનની સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા માટે મેકિંગ ઓફ ડેવલપ્ડ ઈન્ડિયા (એમ.ઓ.ડી.આઈ) ફેસ્ટનું રાજ્યના પાંચ શહેરમાં તા. ૯ થી ૧૧ જૂન દરમિયાન આયોજન કરવામાં આવશે.
સરકારના ત્રણ વર્ષના શાસનની સિદ્ધિ માટે બીજા તબક્કામાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, અને જૂનાગઢ ખાતે મોદી ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૯ થી ૧૧ જૂન ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં સરકારની સિદ્ધિઓ અને જનહિત માટેની નીતિઓ અંગે લોકોને માહિતી આપવામાં આવશે.બીજા તબક્કા માટેના આ ઉત્સવ માટે તા. ૬ જૂનના રોજ પાંચેય નગરમાં પ્રચાર રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે શહેરમાં ફરીને આ કાર્યક્રમ અંગે લોકોને માહિતગાર કરવાનું કામ કરે છે. પ્રચારરથને લોકો દ્વારા સારો પ્રતિભાવ મળી રહ્યો છે.
મોદી ફેસ્ટ કાર્યક્રમ દ્વારા લોકોને પ્રધાનમંત્રીની સાથે નવા ભારતના નિર્માણમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન પાક વિમા યોજના, સુકન્યા યોજના, અટલ પેન્શન યોજના, જીવન જ્યોત વિમા યોજના, જન ધન યોજના, કૌશલ વિકાસ યોજના, ઉજ્વલા યોજના વગેરેની માહિતી આપવામાં આવશે. ઉપરાંત વડાપ્રધાનના પ્રવચન પણ પ્રસારિત કરવામાં આવશે. કાર્યક્રમ અંતર્ગત રોજ ૫ લકી ડ્રો રાખવામાં આવશે તેમજ તત્કાળ પ્રશ્નોત્તરીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં વિજેતાઓને ઘરેલુ ઉર્જા બચતના (એલઈડી-બલ્બ) સાધનો ભેટમાં અપાશે.

Related posts

વિપક્ષના નેતા ધાનાણી એક દિન માટે ગૃહમાંથી સસ્પેન્ડ

aapnugujarat

નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો

editor

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહે સંભાળ્યો ચાર્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1