Aapnu Gujarat
ગુજરાત

એનડીએ સુશાસનના ત્રણ વર્ષ: ચલીત પ્રદર્શન સહિત જન કી બાત મન કી બાત રોડ શોને વડોદરામાં વ્યાપક આવકાર

NDA સુશાસનના યશસ્‍વી ત્રણવર્ષની ઉજવણીના ભાગરૂપે આગામી શુક્રવાર થી રવિવાર સુધી શહેરના પ્રદર્શન મેદાન પર ત્રણ દિવસના M.O.D.I FEST નું આયોજન કરવામાં આવ્‍યું છે. તેમાં લોકોને જોડવા લેડ મોબાઇલ પ્રચારવાન દ્વારા લોકોને જાણકારી આપવા અને નામ નોંધણી કરવાનું અભિયાન ચાલી રહયું છે. પ્રથમ દિવસે પ્રચારવાનના સ્‍વયં સેવકોએ શહેરના જુદાજુદા વિસ્‍તારના પ્રવાસ દરમિયાન ૮૦૦ થી વધુ લોકોની ફેસ્‍ટમાં ભાગ લેવા માટે નામ નોંધણી કરી હતી. આ ઉપરાંત આ વાહન સાથેના સ્‍વયં સેવકો લોકોના મોબાઇલમાં સરકારી કામકાજ, યોજનાકીય જાણકારી અને સરકારના સંપર્કમાં ખૂબજ ઉપયોગી નમો એપ ડાઉનલોડ કરી આપે છે.

લેડ મોબાઇલ પ્રચારવાન ઉપરાંત મોદી ફેસ્‍ટની લોકજાગૃતિ કેળવવા અને લોકોને તેની સાથે જોડવા હરતાં- ફરતાં પ્રદર્શન સહિત લેડવાન અને મન કી બાત જન કી બાતનું અલાયદુ એકમ શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં રોડ-શો કરી રહયું છે.

આ એકમ દ્વારા લોકોને પોસ્‍ટકાર્ડ આપવામાં આવે છે જેના પર તેઓ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને પત્ર લખી શકે છે જેમાં પોતાની ખૂશી વ્‍યકત કરી શકે છે, સૂચન કરી શકે છે અને કોઇ ફરિયાદ હોય તે લખી શકે છે. આ સુવિધાનો લાભ લઇને આજે વાઘોડીયા રોડ પર એક ગૃહિણીએ મોદી સાહેબને પોસ્‍ટ કાર્ડ લખીને એમના વિસ્‍તારની એક શાળામાં હજૂ ફીમાં ઘટાડો કર્યો ન હોવાથી…….કશુક કરવાની વિનંતી કરી હતી.

આ રોડ-શો માં એક જન કી બાત વાન રાખવામાં આવી છે. તેમાં ટોલફ્રી હેલ્‍પ લાઇન નંબર ૧૮૦૦-૧૨૦-૪૪૧૧ જોડાવા લોકોને વિનંતી કરવામાં આવે છે. આ હેલ્‍પલાઇન પર ફોન કરીને લોકો મોદી શાસનના ત્રણ વર્ષ ગમ્‍યા હોય તો તેની ખુશી વ્‍યકત કરી શકે છે. અણગમતી બાબતો તરત ધ્યાન દોરી શકે છે અને વધુ સારા વિકાસ માટેના સુચનો કરી શકે છે. તેની સાથેની લેડવાન પ્રધાનમંત્રીશ્રીના યાદગાર પ્રવચનોનું સતત પ્રસારણ કરે છે. જયારે મન કી બાત વાન માં એન.ડી.એ.સરકારની ફલેગશીપ યોજનાઓનું પ્રદર્શન જોઇ શકાય છે. લોકો સરકારના વિકાસ આયોજનોને કેન્‍દ્રમાં રાખીને આ યુનીટને વાર્તા/સ્‍ટોરી લખીને આપી શકે છે તેમાં શ્રેષ્ઠ વાર્તા લખનારને ઇનામ આપવાની જોગવાઇ છે.

Related posts

વીએસની ઘણી સેવામાં કાપ મુકાય તેવી સંભાવના

aapnugujarat

પદ્માવત ફિલ્મની રિલિઝ માટેની રિટ અરજીને આખરે પાછી ખેંચાઇ

aapnugujarat

वडोदरा में बनेगा गुजरात का पहला एयरक्राफ्ट रेस्तरां

editor

Leave a Comment

UA-96247877-1