Aapnu Gujarat
ગુજરાત

વલસાડના યુવાનની નાસામાં પસંદગી થતાં પરિવારમાં ખુશીની લહેર

વલસાડના યુવાનનું અમેરિકન સરકારનાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ લાઇફાઇ કોમ્યુનિકેશન ટેકનોલોજીની નાસાની રીસર્ચ ટીમના વૈજ્ઞાનિક સભ્ય તરીકે સમાવેશ કરાયો છે. લાઇફાઇ ટેકનોલોજીથી કોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફાર થઇ જશે. વલસાડના સામાન્ય કુટુંબનો આ યુવાન વૈજ્ઞાનિકોની ટીમમાં સામેલ થતાં વલસાડનું નામ રોશન થયું છે.
વલસાડના બેચર રોડ પર સિંગદાણાનો વ્યવસાય કરતા રમેશ ત્રિપાઠીના બે સંતાન છે. જેમાં મોટો પુત્ર હાર્દિક અને નાની પુત્રી ઋત્વી અભ્યાસમાં બાળપણથી જ સ્કોલર હતા. હાર્દિકને સાયન્સમાં ખૂબ રસ હોવાથી તેને વલ્લભઆશ્રમ પારડી ખાતે અભ્યાસ કર્યો હતો. જ્યાંથી તેણે ધો.૧૨ પૂર્ણ કરી જયપુરની એમિટી યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશનમા બીટેક કરી અમેરિકાની રોચેસ્ટર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં માસ્ટર ઓફ સાયન્સની પદવી પ્રાપ્ત મેળવી હતી.હાલમાં હાર્દિક કોમ્યુનિકેશન કનેક્ટિવિટીમાં રીસર્ચ કરી રહ્યો છે. જે માટે અમેરિકન સરકાર વાઇફાઇના સ્થાને લાઇફાઇ કોમ્યુનિકેશન ટેકનોલોજીના રીસર્ચ અને તેને કાર્યરત કરવાના પ્રોજેકટ પર કામ કરવા માટે આ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ટીમ તૈયાર કરી છે. જેમાં ૪ સભ્યો અમેરિકન, ૧ ફ્રાન્સનો અને એશિયામાંથી માત્ર એક ભારતીય યુવાન હાર્દિકનો સમાવેશ કરાયો છે. ટૂંકા ભાવિમાં વિશ્વમાં લાઇફાઇ ટેકનોલોજી કાર્યરત કરવા અમેરિકામાં ખૂબ ઝડપથી રીસર્ચ કરી રહ્યું છે. હવે ફલોરિડાના બાલ્ટિક સમુદ્રમાં હાર્દિક સહિત વૈજ્ઞાનિકોની ટીમ તરવૈયા સાથે ઓપ્ટિક ફાયબર કેબલો પાથરવાની કામગીરીમાં જોતરાઇ છે.લાઇફાઇ રીસર્ચ ટીમમાં વૈજ્ઞાનિક તરીકે સામેલ થયેલા હાર્દિકના જણાવ્યા મુજબ આ ટેકનોલોજીમાં પ્રકાશની ઝડપે ઇન્ટરનેટ સ્પીડ મળે છે.જે પ્રકાશથી સંચાલિત ટેક્નોલોજી છે.વાઇફાઇ ટેકનોલોજી હવાના તરંગો પર આધારિત છે જ્યારે લાઇફાઇ પ્રકાશ પર આધાર રાખે છે.
પ્રકાશની ઝડપથી આ ટેકનોલોજી ઇન્ટરનેટ યુગમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી દેશે.પ્રકાશ આધારિત લાઇફાઇ ટેકનોલોજીથી સર્વર પણ ભૂતકાળ બની જશે.સર્વર ડાઉન થઇ ગયું છે કોમ્પ્યુટર ચાલતાં નથી, નેટ અટકી ગયું છે જેવી વાત સાંભળીને ભાવિ પેઢીના મોઢા પર હાસ્ય જોવા મળશે. તેમને અકલ્પનીય સ્પીડની લાઇફાઇમાં સુવિધા મળશે.

Related posts

दलित युवती ने मुस्लिम युवक से परेशान होकर दवाई पी ली

aapnugujarat

२६ जनवरी के दिन १ लाख ब्राह्मणों की गांधीआश्रम से गांधीनगर तक लेकर ब्रह्मकूच : ब्रह्म विकास आयोग बनाने की मांग

aapnugujarat

ઉત્તર અને પશ્ચિમ ઝોનમાં હજુ કરોડોનો ટેક્સ ભરાયો નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1