Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં ખેડૂતોએ એએસઆઇની આંખ ફોડી નાંખી :૧૧ પોલીસ જખમી

મધ્યપ્રદેશમાં ખેડૂત આંદોલન વધુને વધુ ઉગ્ર થતું જાય છે. આંદોલનકારી ખેડૂતોએ પોલીસ પર હુમલો કરીને એક આસિ. સબ ઇન્સ્પેકટર એએસઆઇની આંખ ફોડી નાખી હતી. સિહોરમાં સીએસપી, બે ટીઆઇ સહિત ૧૧ પોલીસકર્મીઓ ઝખમી થયા હતા. ઠેર ઠેર તોડફોડ કરવામાં આવી હતી.જોકે ઉજ્જૈનમાં ભારતીય કિસાન સંઘના સભ્યો અને મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ વચ્ચે થયેલી બેઠકમાં ખેડૂતોની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેવામાં આવી હતી. બેઠક બાદ સંઘ અને કિસાન સેનાએ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. જોકે મોડી રાત્રે બે અન્ય સંગઠનો- કિસાન યુનિયન અને કિસાન મજૂર સંઘે જણાવ્યું હતું કે હડતાળ જારી રહેશે.રતલામમાં પોલીસે ટીયરગેસ છોડતાં લોકોએ પોલીસ પર પથ્થરો ફેંકવાનું શરૂ કરી દીધું હતું જેમાં એએસઆઇ પવન યાદવની આંખ ફૂટી ગઇ હતી. બેકાબુ ટોળાંએ પોલીસનાં ત્રણ વાહન સળગાવ્યાં હતાં તેમજ બે બસમાં તોડફોડ કરી હતી. પોલીસ પર જોરદાર પથ્થરમારો કરતાં સીએસપી એસ.આર દંતોડિયા, બે ટીઆઇ અજય નાયર અને બી.ડી. વીરા, એક સબ ઇન્સ્પેકટર બહાદુરખાન સહિત ૧૧ પોલીસકર્મીઓ જખમી થયા હતા. પોલીસે ૧રપ લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

Related posts

આજે ૫૯ બેઠકો પર અંતિમ તબક્કાનું મતદાન યોજાશે

aapnugujarat

फर्जी सर्वे को शेयर करके फंसी आप विधायक अलका लांबा

aapnugujarat

યમુના નદીમાં નૌકા પલટી જતા ૨૦ લોકોનાં મોત થયાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1