Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની રેસમાં જેપી નડ્ડા,ધર્મેન્દ્ર પ્રધાન મજબૂત દાવેદાર

ભાજપમાં હવે એ વાતની ચર્ચાએ જોર પકડ્યું છે કે પાર્ટી અધ્યક્ષ અમિત શાહની મોદી સરકારમાં શું ભૂમિકા હશે? માનવામાં આવી રહ્યું છે કે શાહને વડાપ્રધાન મોદીના નવા મંત્રીમંડળમાં કોઇ અગત્યની જવાબદારી મળવાનું નક્કી છે. જો શાહ મોદી કેબિનેટમાં જવાબદારી સંભાળે છે તો પછી એ પણ નક્કી છે કે પાર્ટી તેમને સંગઠનના અધ્યક્ષ પદને છોડવા માટે કહેશે.
૧૭મી લોકસભા ચૂંટણી માટે જ્યારે અમિત શાહે ગાંધીનગરથી પોતાનું નામાંકન ભર્યું હતું, ત્યારથી એ વાતની ચર્ચા શરૂ થઇ ગઇ હતી કે ચૂંટણી બાદ વડાપ્રધાન મોદીની નવી સરકારમાં અમિત શાહને કોઇ અગત્યનું પદ ચોક્કસ મળશે. હવે ૩૦મીમેના રોજ જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં નવી સરકારની રચના માટે શપથ સમારંભ શરૂ થશે. ત્યારે વડાપ્રધાન મોદીના નવા કેબિનેટની તસવીર સ્પષ્ટ થઇ જશે. સાથો સાથ એ પણ ખબર પડી જશે કે અમિત શાહને મોદી કેબિનેટમાં જગ્યા મળે છે કે નહીં.
જો સરકારમાં શાહ કોઇ અગત્યનું પદ સંભાળે છે તો તેમને પાર્ટીની જવાબદારી છોડવી પડશે. કારણ કે ભાજપ ‘એક વ્યક્તિ-એક પદ’ના સિદ્ધાંત પર કામ કરી રહ્યું છે. એવામાં એ ચર્ચા જોરશોરથી ચાલે છે કે જો શાહ મંત્રીમંડળમાં સામેલ થાય છે તો પછી જેપી નડ્ડા કે ધર્મેન્દ્ર પ્રધાનમાંથી કોઇ એકને ભાજપના અધ્યક્ષ પદની જવાબદારી સોંપી શકાય છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોદી અને શાહની જોડી ભાજપ સરકારની બીજી ઇનિંગ્સ માટે મંત્રીઓના નામ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. આ વખતે સરકારનું ફોકસ નવી નોકરીઓના સર્જન પર છે.

Related posts

ઉત્તરાયણ બાદ ટીમ રાહુલને લઇ ચિત્ર સ્પષ્ટ થઇ શકે છે

aapnugujarat

बेटे के करियर का जो हो सो हो, राष्ट्रहित सबसे ऊपर : यशवंत सिन्हा

aapnugujarat

આર્જેન્ટિનાની ક્રોએસિયા વિરુદ્ધ ૩-૦થી હાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1