Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સંયુક્ત પરિવારમાં રહેતી પરિણીતાને દિયર પાસેથી ભરણ-પોષણ લેવાનો હક્કઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપતાં કહ્યું છે કે ઘરેલું હિંસા કાયદા હેઠળ સંયુક્ત પરિવારમાં દીયરને પણ વિધવા મહિલાને ભરણ-પોષણ ચૂકવવાનો આદેશ આપી શકાય છે. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પીઠે ચુકાદામાં કહ્યું કે એ વયસ્ક પુરુષને કોઈ છૂટ નથી જ્યારે તે ફરિયાદકર્તા મહિલા સાથે સંયુક્ત પરિવારમાં રહેતો હોય. સુપ્રીમે કહ્યું કે કાયદાની કલમ ૨(ક્યુ) કહે છે કે તેમાં પ્રતિવાદીનો મતલબ ફરિયાદકતર્‌િ સાથષ સંયુક્ત પરિવારમાં રહેનારો કોઈ પણ વયસ્ક પુરુષ હશે. પીડિત પત્ની અથવા વિવાહિત મહિલા પતિના સંબંધીઓ અથવા પુરુષ સહયોગીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી શકે છે.
પીઠે કહ્યું કે કલમ ૨ (એફ) ઘરેલું સંબંધોને પરિભાષિત કરે છે. તેના અનુસાર આવો સંબંધ જ્યાં બે વ્યક્તિ સંયુક્ત મકાનમાં કોઈ સમયે રહેતા હોય અથવા તો રહી ચૂક્યા હોય જે સંબંધ વિવાહના સંબંધમાં હોય કે પછી વિવાહ જેવા સંબંધમાં હોય, દત્તક લીધેલા હોય અથવા સંયુક્ત પરિવારના સભ્ય હોય તેની પાસે ભરણપોષણ માગી શકાય છે.
કોર્ટે કહ્યું કે આ તમામ જોગવાઈ સ્પષ્ટ રીતે કહે છે કે મહિલાને સંરક્ષણ મળવું જોઈએ. કોર્ટે એક કેસમાં દિયરે તર્ક મુક્યો હતો કે કાયદા અનુસાર તે ભરણ પોષણ ચૂકવવા માટે અધિકૃત નથી પરંતુ કોર્ટે તેને ફગાવી દીધો હતો. કોર્ટે કહ્યું કે દિયર ૪૦૦૦ રુપિયા ભાભીને અને ૨૦૦૦ પિયા ભત્રીજીને ભરણપોષણ ચૂકવશે.

Related posts

मायावती की परिवारवादी राजनीति का चेहरा बेनकाब,इतिहास विश्वासघात का रहा : भाजपा

aapnugujarat

અશોક ગેહલોત અધ્યક્ષ પદ માટે મુખ્યપ્રધાન પદ છોડવા તૈયાર

aapnugujarat

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કોંગ્રેસને ‘આજના મુઘલ’ ગણાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1