Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીની પ્રચંડ સફળતા બાદ ભાગવતનો આશાવાદઃ હવે રામનું કામ અવશ્ય થશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવત રાજસ્થાનમાં ઉદયપુરના પ્રવાસે છે. તેમણે રામ મંદીર અંગેના એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે રામનું કામ કરવું છે તો રામનું કામ થઇને જ રહેશે. ઉદયપુર પહોંચેલા આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે સોમવારે બડગાંવ વિસ્તારમાં પ્રતાપ ગૌરવ કેન્દ્રમાં નવનિર્મિત ભક્તિધામ પ્રાણપ્રતિષ્ઠા અને જન સમર્પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ દરમિયાન સંઘ પ્રમુખ ભાગવત અને રામકથા વાચક સંત મોરારી બાપુએ મહારાણા પ્રતાપની બહાદુરી, વીરતા, પરાક્રમ અને બલિદાનને યાદ કરી તેમનાથી પ્રેરણા લેવાની વાત કહી હતી. આ ઉપરાંત બંનેએ પ્રતાપ ગૌરવ કેન્દ્રના નિર્માણને ભવિષ્ય માટે શુભ સંકેત જણાવતા રાષ્ટ્ર નિર્માણ માટે યુવાનોથી માત્ર રામ નામ જ નહીં, પરંતુ રામ માટે કામ કરવાનું આહવાન પણ કર્યું છે.
મોહન ભાગવતે જણાવ્યું હતું કે ઇતિહાસ કહે છે કે જે દેશના લોકો સજાગ, શિલવાન, સક્રિય અને બળવાન હોય તે દેશનું ભાવિ સતત આગળ વધે છે.
હમેંશા ચર્ચા થાય છે કે ભારત વિશ્વશક્તિ બનશે પરંતુ તે પહેલા આપણે એક ડર ઉભો કરવો પડશે ત્યારે જ વિશ્વ આપણી વાત માનશે. મોરારી બાપુના સંબોધનને યાદ કરાવતાં તેમણે કહ્યું છે કે રામનું કામ બધાને કરવાનું છે અને રામનું કામ થઇને જ રહેશે.
આ અગાઉ માર્ચ મહિનામાં ગ્વાલિયરમાં આરએસએસની અખિલ ભારતીય સભાની ત્રણ દિવસીય બેઠકમાં રામ મંદિરના નિર્માણને લઇને ચર્ચા થઇ હતી. પ્રતિનિધિમંડળ બેઠકના પ્રથમ દિવસે વક્તાઓએ રામ મંદિરના નિર્માણ માટે તમામ અવરોધો દૂર કરવા માટે જરૂરી પગલાં ભરવા કહ્યું હતું.
સહ કાર્યવાહક ડૉ. મનમોહન વૈદ્યએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું છે કે રામ મંદિર કેસમાં સંબંધિત પક્ષ અદાલતમાં પોતાની વાત કહી ચૂક્યું છે.
હવે આ અંગે સુપ્રીમ કોર્ટે જોવાનું છે. પ્રતિનિધિમંડળની બેઠકમાં સુપ્રીમ કોર્ટની પહેલથી સંગઠનને લાગે છે કે મંદિર નિર્માણમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે અને મંદિર નિર્માણનો માર્ગ સાફ થશે.

Related posts

पद्मावती फिल्म को लेकर प्रदर्शनकारियों ने चितौड़गढ किले के गेट को बंद किए

aapnugujarat

અર્થતંત્રને નામદાર લેન્ડમાઈન પર બેસાડીને ગયાં હતાં : મોદી

aapnugujarat

કર્ણાટકમાં મંત્રીઓના આવાસ ઉપર આવકવેરાના દરોડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1