Aapnu Gujarat
રમતગમત

મારાથી ડરે છે વર્લ્ડના બોલરો, મને તેમાં મજા આવે છે : ક્રિસ ગેઈલ

વેસ્ટ ઇન્ડીઝના આક્રમક બેટ્‌સમેન ક્રિસ ગેઈલેના મતે દુનિયાભરના બોલરો મારાથી ડરે છે પણ કેમેરા સામે કબુલ કરશે નહીં. કેમેરો હટતા જ આ બોલરો કહેશે ‘આ જ છે તે, આ જ છે તે’. ગેઈલ પોતાનો પાંચમો વર્લ્ડ કપ રમી રહ્યો છે. તે વર્લ્ડ કપ ૨૦૧૯ની વેસ્ટ ઇન્ડીઝ ટીમમાં સૌથી અનુભવી ખેલાડી છે.
ગેઈલે ઓસ્ટ્રેલિયાની એક વેબસાઇટને કહ્યું હતું કે હવે આ પહેલા જેટલું આસાન નથી જ્યારે હું ચુસ્ત હતો. જોકે બોલરોને ખબર છે કે યૂનિવર્સ બોસ શું કરી શકે છે. તેના મગજમાં એ હોય છે કે તે ક્રિકેટનો સૌથી ખતરનાક બેટ્‌સમેન છે.શું કોઈ વિરોધી ટીમ હજુ પણ તમારાથી ડરે છે. તેના જવાબમાં ગેઈલે કહ્યું હતું કે તમને ખબર નથી.
તમે તેમને પુછો. કેમેરા પર પુછો તો કેમેરા ઉપર તે કહેશે નહીં પણ કેમેરો હટતા જ કહેશે કે તે મારાથી ડરે છે. ગેઈલે કહ્યું હતું કે મને તેમાં મજા આવે છે. મને ફાસ્ટ બોલરોનો સામનો કરવાની હંમેશા મજા આવે છે. તેનાથી મને બેટિંગ કરવાની પ્રેરણા મળે છે. મને આવા પડકારો પસંદ છે.
ગેઈલે આ વર્ષની શરુઆતમાં ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ શ્રેણીમાં ૪ મેચમાં ૧૦૬ની એવરેજથી ૪૨૪ રન બનાવ્યા હતા. આ શ્રેણીમાં તેણે ૩૯ સિક્સર ફટકારી હતી. તે ૨૮૯ વન-ડેમાં ૧૦૧૫૧ રન બનાવી ચૂક્યો છે. હાલમાં જ પૂરી થયેલી આઈપીએલમાં પણ ગેઈલનું પણ શાનદાર રહ્યું હતું. ગેઈલે ૧૩ મેચમાં ૪૯૦ રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ ૩૧ મે એ પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમશે.

Related posts

कोहली ने कहा, धोनी से तेज कोई विकेटकिपर नहीं : विनोद राय

aapnugujarat

વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતને બીજો ગોલ્ડ મળ્યો

aapnugujarat

T20 win in India provided team with belief and confidence that they could win ongoing World Cup : Pat Cummins

aapnugujarat

Leave a Comment

UA-96247877-1