Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એર ઈન્ડિયા આવતા મહિનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર શરૂ કરશે નવી ઉડાનો

સરકારી એરલાઈન કંપની એરઈન્ડિયા આવતા મહિનાથી સ્થાનિક અને ઈન્ટરનેશનલ રૂટ ઉપર નવી ઉડાનો શરૂ કરશે. તેની જાહેરાત ખુદ એરઈન્ડિયાએ કરી હતી. એર ઈન્ડિયાનાં નિવેદન મુજબ, ગરમીની રજાઓમાં સીટોની માંગમાં વધારાને પુરી કરવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર નવી ઉડાનો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.ઉલ્લેખનીય છેકે, સ્પાઈસ જેટે પણ બુધવારે મુંબઈને મેટ્રો અને નોન મેટ્રો રૂટો સાથે જોડતી નવી ૨૦ સ્થાનિક ઉડાનો શરૂ કરવાની જાહેરાત કરી છે. એરઈન્ડિયા મુંબઈ-દુબઈ-મુંબઈ અને દિલ્હી-દુબઈ-દિલ્હી માટે પહેલી જૂનથી સપ્તાહમાં ૩૫૦૦ વધુ સીટો ઉપલબ્ધ કરાવશે.એર ઈન્ડિયાએ નિવેદનમાં કહ્યુ છેકે, એરલાઈન્સ દિલ્હી અને મુંબઈથી દુબઈની યાત્રા માટે ઈકોનોમી ક્લાસમાં ૭,૭૭૭ રૂપિયાનું ભાડુ ઓફર કરશે. જે હેઠળ ૩૧ જુલાઈ ૨૦૧૯ સુધી મુસાફરી કરી શકાશે. સ્થાનિક ઉડાનોમાં એર ઈન્ડિયા ૫ જૂનથી ભોપાલ-પૂણે-ભોપાલ અને વારાણસી-ચેન્નાઈ-વારાણસી માર્ગ ઉપર નવી ઉડાનો શરૂ કરશે. એરઈન્ડિયા દિલ્હી, વડોદરા, મુંબઈ, વિશાખાપટ્ટનમ અને મુંબઈ માર્ગ ઉપર પણ સપ્તાહિક ઉડાનોમાં વધારો કરશે.

Related posts

મુકેશ અંબાણી ૨૦ દિવસ સુધી દેશને ચલાવી શકે : રિપોર્ટ

aapnugujarat

આરજેડી અને જેડીયુ વચ્ચે સમાધાનની શક્યતા ઓછી

aapnugujarat

દલિત-મુસ્લિમની હાલત ખરાબ, રાહુલે કૉંગ્રેસને મદદ કરવા કહ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1