Aapnu Gujarat
મનોરંજન

અથિયા શેટ્ટી ફિલ્મ મેળવી લેવા સંઘર્ષ કરે છે

રોમેન્ટિક કોમેડી ફિલ્મ મુબારકામાં કામ કર્યા બાદ ખુબસુરત અથિયા શેટ્ટીને ફિલ્મો હાથ લાગી રહી નથી. તેની પાસે સતત સારી ફિલ્મો આવી રહી નથી. તે વચ્ચે આઇટમ સોંગ પણ એક ફિલ્મમાં કરી ચુકી છે. હવે તે એક નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. જેનુ નામ મોતિચુર ચકનાચુર નામની ફિલ્મમાં દેખાશે. તેની પાસે હાલમાં વધારે ફિલ્મો આવી રહી નથી. જો કે તે નવી અભિનેત્રીઓના પડકાર વચ્ચે કોઇ પણ રીતે ભયભીત નથી. ગળા કાપ સ્પર્ધા હોવા છતાં તે બોલિવુડમાં ટકી રહેવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. તેનુ કહેવુ છે કે તે વધુ ફિલ્મો કરવાને લઇને આશાવાદી છે. વિતેલા વર્ષોના લોકપ્રિય સ્ટાર સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી જુદી જુદી જાહેરખબરમાં પણ કામ કરી રહી છે. તે કેટલીક વિદેશી મેગેઝીનમાં કવર પર ચમકી ચુકી છે. તેનુ કહેવુ છે કે તે આગામી સમયમાં એક્શન ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે. હાલમાં રજૂ થયેલ નવી એડમાં તે એક બાઇકમાં નજરે પડી હતી. વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતામાં સામેલ રહેલા સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી પાસે હાલમા કોઇ મોટી ફિલ્મ આવી રહી નથી. અથિયા મુબારકામાં પીઢ અભિનેતા અનિલ કપુર, અર્જૂન કપુર અને ઇલિયાના ડી ક્રુઝની સાથે નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. અનીસ બાજમી દ્વારા નિર્દેશિત ફિલ્મ હિટ સાબિત થઇ હતી. સુનિલ શેટ્ટીની પુત્રી અથિયાએ નિકિલ અડવાણી દ્વારા નિર્દેશિત રોમેન્ટિક એક્શન ફિલ્મ હિરો સાથે બોલિવુડમાં પ્રવેશી હતી. વર્ષ ૨૦૧૫માં આ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. ફિલ્મમાં અભિનેત્રી તરીકે અથિયા શેટ્ટીની સાથે અભિંનેતા તરીકે ફિલ્મમાં સુરજ પંચોલીએ ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ પીઢ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇની વર્ષ ૧૯૮૩માં આવેલી ફિલ્મની રિમેક હતી.

Related posts

રાધિકા આપ્ટે ડબલ રોલમાં નજરે પડશે

aapnugujarat

गोलमाल में करीना कपूर अब वापसी करेगी : अजय

aapnugujarat

ડાયના પેન્ટી પાસે હાલ બે મોટી ફિલ્મ હાથમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1