ખુબસુરત અને સેક્સી સ્ટાર ડાયના પેન્ટી હાલમાં હાથમાં બે ફિલ્મો ધરાવે છે. જેમાં નિખિલ અડવાણીની ફિલ્મ લખનૌ સેન્ટ્રલ અને હેપ્પી ભાગ જાયેગી ફિલ્મની સિક્વલ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ તેની પાસે સારી ફિલ્મો આવી રહી છે. તે ફેશન અને મોડલિંગ સાથે પણ જોડાયેલી છે. હેપ્પી ભાગ જાયેગીની સિક્વલ ફિલ્મ ઉપરાંત તે લખનૌ સેન્ટ્લમાં ફરહાન અખ્તરની સાથે કામ કરી રહી છે. અભય દેઓલ, અલી ફજલ, જીમી શેરગીલ અને ડાયના પેન્ટી અભિનિત વર્ષ ૨૦૧૬માં રજૂ કરવામાં આવેલી હેપ્પી ભાગ જાયેગી ફિલ્મની સિક્વલ બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. એક વર્ષના ટુંકા ગાળામા જ ફિલ્મની સિક્વલ બનાવીને નવો રેકોર્ડ પણ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મની નિર્દેશક અજીજે માહિતી આપતા કહ્યુ છે કે અમે અમારી ફિલ્મની સિક્વલ ફિલ્મ બનાવી રહ્યા છીએ. સિક્વલમાં પટકથાને આગળ વધારી દેવા માટે બે મુખ્ય નવા મેલ પાત્રોને સામેલ કરવામાં આવી રહ્યા છે. મુદ્દસ્સર અજીજે કહ્યુ છે કે આ વખતે ફિલ્મમાં જુના તમામ કલાકારોની સાથે બે નવા કલાકારોને પણ લેવામાં આવ્યા છે. ફિલ્મના નિર્માતા આનંદ રપાયે વાતચીતમાં કહ્યુ છે કે આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં બોલિવુડના બે મોટા સ્ટારને લેવામાં આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને ફિલ્મમાં શાનદાર રીતે રજૂ કરવામાં આવનાર છે. ચાહકો પહેલા હેપ્પી ભાગ જાયેગી નામની ફિલ્મને પસંદ કરી ચુક્યા છે. મુદ્દસ્સરે કહ્યુ છે કે હેપ્પી ભાગ જાયેગી-૨ ફિલ્મની પટકથા સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવી છે. આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં પટકથા અને ડાયલોગના કામને પૂર્ણ કરી લેવામાં આવનાર છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ