Aapnu Gujarat
રમતગમત

ટોકિયો ઓલિમ્પિક્સ ૨૦૨૦ઃ જાપાન ઈ વેસ્ટમાંથી મેડલ બનાવશે

આવતા વર્ષે ૨૪ જુલાઇથી ૯ ઓગસ્ટ દરમિયાન ટોકિયો સમર ઓલિમ્પિક્સની યજમાની કરશે. જાપાનને વિશ્વમાં ટેક્નોલોજીનું ગઢ શા માટે ગણવામાં આવે છે તેનો પુરાવો ટોકિયો ઓલિમ્પિક્સમાં જોવા મળશે. ટોકિયો ઓલિમ્પિક્સમાં સફળ એથ્લિટ્‌સને જે મેડલ આપવામાં આવશે તેમાં વિશિષ્ટતા હશે. વાત એમ છે કે, ટોકિયો ઓલિમ્પિક્સમાં વપરાયેલા સ્માર્ટ ફોન-લેપ ટોપમાંથી બનેલા મેડલ સફળ એથ્લિટ્‌સને આપવામાં આવશે. આ માટે આયોજકોએ ઈ-વેસ્ટ એકત્ર કરવાનું પણ શરૃ કરી દીધું છે.બ્રોન્ઝ મેડલ માટેનો ઈ વેસ્ટ એકત્ર થઇ ગયો છે. બીજી તરફ ગોલ્ડ, સિલ્વર મેડલ માટે ઈ વેસ્ટ એકત્ર કરવાનું અંતિમ તબક્કામાં છે. આ ટાર્ગેટ પણ ઝડપથી પૂરો થઇ જશે તેવો આયોજકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કુલ ૪૭૪૮૮ ટન ટન ઈ વેસ્ટ એકત્ર કરાયો છે. આયોજકોએ જણાવ્યું હતું કે, ઈ વેસ્ટ સમગ્ર વિશ્વ માટે માથાના દુઃખાવા સમાન સમસ્યા છે.અમે છેલ્લા કેટલાક વર્ષોથી ઈ વેસ્ટનો શ્રેષ્ઠ ઉપયોગ કઇ રીતે કરી શકાય તેની વિચારણા કરી રહ્યા હતા. આખરે અમે ઈ વેસ્ટથી ઓલિમ્પિક્સ મેડલ બનાવવાનું નક્કી કર્યું છે. અમે આ માટે વિવિધ કલેક્શન સેન્ટર બનાવ્યા હતા. આ કલેક્શન સેન્ટરમાં ઉપયોગમાં ના હોય તેવા મોબાઇલ-લેપ ટોપ જમા કરાવા માટે અમે અનુરોધ કર્યો હતો. જેના માટે અમને જાપાનના નાગરિકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડયો હતો. અમે ઓલિમ્પિક્સ દરમિયાન વિશ્વને અનુરોધ પણ કરીશું કે ઈ વેસ્ટ પૃથ્વી માટે જોખમી છે અને તેનો યોગ્ય રીતે નીકાલ થવો જોઇએ. સમર ઓલિમ્પિક્સના ઈતિહાસમાં ટોકિયો ઓલિમ્પિક્સને સૌથી આધુનિક તરીકે યાદ રાખવામાં આવે તેના માટે જાપાને કમર કસી લીધી છે. જેના ભાગરૃપે ટોકિયો ઓલિમ્પિક્સ દરમિયાન જાપાન વોલિએન્ટર્સ તરીકે રોબોટને ઉતારશે. ઓલિમ્પિક્સ ટીમના દળ કે પ્રેક્ષકને કોઇ પણ સહાયની જરૃર હશે તો તેના માટે રોબોટ ઠેકઠેકાણે મોજુદ હશે. આ માટે હ્યુમન સપોર્ટ રોબોટ અને ડિલિવરી સપોર્ટ રોબોટને તૈયાર પણ કરી દેવામાં આવ્યા છે. હ્યુમન સપોર્ટ રોબોટ રસ્તામાં કોઇ કચરો હશે તો તેનો પણ નિકાલ કરશે.

Related posts

रहाणे शांत, लेकिन बतौर कप्तान आक्रामक : सचिन

editor

મેલબોર્ન ટેસ્ટમાં ભારતે ઇતિહાસ સર્જ્યો, શ્રેણીમાં ૨-૧થી લીડ

aapnugujarat

टी20 : टेम्बा बावुमा ने कहा- भारत ने हमें बुरी तरह नहीं हराया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1