Aapnu Gujarat
રમતગમત

દુતિ ચંદે સમલૈંગિક સંબંધો સ્વીકાર્યા, પરિવાર તરછોડે તેવી ભીતિ

ભારતની દોડવીર દુતિ ચંદે પોતાના સમલૈંગિક સંબંધો અંગેનો ખુલાસો કર્યા બાદ પરિવાર દ્વારા તેને તરછોડવામાં આવે તેવી ભીતિ સેવાઈ રહી છે. એશિયન ગેમ્સ ૨૦૧૮માં રજત ચંદ્રક જીતનાર ચંદે પોતાનાથી નાની ઉંમરની તેની સંબંધી થતી એક યુવતી સાથે સંબંધ હોવાનું સ્વીકાર્યું હતું. આ પ્રકારે સમલૌંગિક સંબંધની સ્પષ્ટતા કરનાચ દુતિ ચંદ ભારતની પ્રથમ મહિલા એથ્લિટ છે.ચંદે જણાવ્યું હતું કે, મારે માગા ગામમાં જ રહેતી ૧૯ વર્ષીય યુવતી સાથે છેલ્લા પાંચ વર્ષથી સંબંધ છે. તે ભુવનેશ્વર સ્થિત કોલેજમાં બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તે મારી સંબંધી છે અને હું જ્યારે ઘરે આવું છું ત્યારે અમે સાથે સમય પસાર કરીએ છે. તે મારા માટે જીવનસાથી સમાન છે અને હું ભવિષ્યમાં તેની સાથે સંસાર માંડવા વિચારું છું.સુપ્રીમ કોર્ટે ગત વર્ષે સમલૈંગિક સંબંધોને કાયદેસર માન્યતા આપતો ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો હતો. બે વસય્કો વચ્ચેના આવા સંબંધોને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે પરંતુ સમલૈંગિક લગ્નને ભારતમાં કાયદેસરતા અપાઈ નથી.દુતિ ચંદ ૧૦૦ મીટર રેસમાં (૧૧.૨૪ સેકન્ડ) નેશનલ રેકોર્ડ ધરાવે છે. દુતિના પરિવારજનોએ તેના સમલૈંગિક સંબંધ અંગે હજુ કોઈ વાંધો વ્યક્ત કર્યો નથી પરંતુ તેની મોટી બહેને દુતિને પરિવારમાંથી બરતરફ કરવા તેમજ જેલમાં ધકેલવાની ચિમકી ઉચ્ચારી છે.‘મારી મોટી બહેન ઘરમાં સત્તા ધરાવે છે. તેને મારા મોટા ભાઈની પત્ની ગમતી નહીં હોવાથી ભાઈને પણ કાઢી મૂક્યા હતા. મને પણ આવી જ ધમકી આપી છે. પરંતુ હું પુખ્ત વયની છું અને મારી પસંદગી માટે હું સ્વતંત્ર છું. હું હવે જાહેરમાં આ અંગે બોલીશ,’ તેમ દુતિ ચંદે જણાવ્યું હતું. જો કે ચંદે તેના સંમલૈંગિક પાર્ટનરનું નામ આપવા ઈનકાર કર્યો હતો.દુતિ ચંદ પર આંતરાષ્ટ્રીય એથ્લેટિક સંઘે ૨૦૧૪માં ટેસ્ટોસ્ટેરોન (પુરૂષ હોર્મોન)ના ઊંચા પ્રમાણ બદલ એક વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો. ચંદ ઓડિશાના જાજપુર જિલ્લાના ચકા ગોપાલપુર ગામની રહેવાસી છે. તેના પિતાનું નામ ચક્રધાર ચંદ અને માતાનું નામ અખુજી ચંદ છે.

Related posts

Jofra Archer is fastest bowler I have faced in World Cup: Moeen Ali

aapnugujarat

ड्रीम11 से जुड़े 53 लाख कोकरेंट यूजर्स

editor

जसप्रीत बुमराह के दादाजी का शव साबरमती नदी में से मिला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1