Aapnu Gujarat
ગુજરાત

કોલેજ પાસે બેઠેલા પ્રેમી યુગલ પાસે વર્દીધારીએ રૂપિયા માંગી ખાખી લજવી

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બુરખામાં ઉભેલા આ બંને શખ્શો કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આ બંને વ્યક્તિઓ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. અને નાઈટ ડ્યુટી કરે છે. આ બંને શખ્શો દ્વારા લો ગાર્ડન વિસ્તારમાં આવેલી જીએલએસ કોલેજ પાસે બેઠેલા યુગલ પાસેથી તેમના આઈ.ડી કાર્ડ માંગેલા અને આઈ.ડી કાર્ડ કપલ પાસે નહિ હોવાથી હોમગાર્ડ જવાનોએ રૂપિયા ૫૦૦૦ની માંગણી કરી હોવાની વાત સામે આવે છે.’
એવા ઘણા કિસ્સા શહેરોમાં બનતા હોય છે. જેમાં પોલીસ અધિકારો દ્વારા પૈસાની માગણી કરતા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા કટલાક સમયથી અમદાવાદમાં પોલીસ અધિકારીઓ કરતા હોમગાર્ડના જવાનો દ્વારા બેફામ લૂંટ ચાલવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. લગભગ એકાદ વર્ષ આગાઉ શહેરના વિશાલા નજીક આવેલી શાસ્ત્રીબ્રિજ ચોકી પાસે હોમગાર્ડના જવાનોએ ચોરીનો મુદ્દામાલ સગે-વગે કરી નાખ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. અને આજે ફરી એક વખત હોમગાર્ડના જવાન જ્વારા કપલો પાસેથી એટલે કે પ્રેમી યુગલો પાસેથી રૂપિયાનો તોડ કર્યો હોવાનું સામે આવતા પોલીસ વિભાગ પર કીચડ ઉછળ્યો છે.

Related posts

સરકારની શપથવિધિની તડામાર તૈયારીઓ : ગુજરાતનો નાથ કોણ?

aapnugujarat

દાણીલીમડામાં યુવકની હત્યા

aapnugujarat

पूना – सारोली रोड पर घने कोहरे में ट्रक पलटने से ४ की मौत, ५ घायल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1