Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યોગ્યતા પર આધારિત ઇમીગ્રેશન સિસ્ટમ રજૂ કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યોગ્યતા પર આધારિત ઇમીગ્રેશન સિસ્ટમ રજૂ કરી છે. જેનાથી ગ્રીન કાર્ડ અથવા સ્થાયી કાનૂની નિવાસની પરવાનગીની રાહ જોઇ રહેલા હજારો ભારતીય સહિત વિદેશી પ્રોફેશનલ્સ અને કુશળ કર્મચારીને લાભ થશે. ઇમીગ્રેશન સુધાર પ્રસ્તાવોમાં કુશળ કર્મચારી માટે અનામતને લગભગ ૧૨ ટકાથી વધારી ૫૭ ટકા કરવાની વાત કરવામાં આવી છે.
આ ઉપરાંત પ્રસ્તાવિત સુધારા અંતર્ગત ઇમિગ્રન્ટને અંગ્રેજી સીખવું પડશે અને એડમિશન પહેલાં નાગરિક શાસ્ત્રની પરીક્ષામાં પાસ થવું પડશે. જોકે, આ મોટી ઇમિગ્રેશન નીતિને હાલમાં કોંગ્રેસની મંજૂરી મળવું મુશ્કેલ લાગી રહ્યું છે. કેમકે ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટીના સાંસદ આ મામલે વહેંચાયેલા છે. પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમત છે અને સેનેટમાં રિપબ્લિકન પાર્ટીનું નિયંત્રણ છે. એવામાં આ નીતિની મંજૂરી મળવી સરળ નથી.રાષ્ટ્રપતિ તેમના રિપબ્લિકન સાંસદોને આ મુદ્દા પર સમજાવવામાં સફળ થઇ જાય, તો સાંસદ નૈંસી પેલોસીના નેતૃત્વવાળી ડેમોક્રેટ અને બીજા નેતા તેનો વિરોધ કરવાના મૂડમાં છે. ઇમિગ્રેશન નીતિના સંબંધમાં ‘રોઝ ગાર્ડન’માં જાહેરાત કરતા સમયે ટ્રમ્પે પોતે પણ તેને પાસ કરાવવામાં આવનારી મુશ્કેલીઓનો સ્વિકાર કર્યો અને તેમણે તેને આગામી વર્ષમાં ચૂંટણી મુદ્દો બનાવવાનો ઇશારો કરતા કહ્યું કે રિપબ્લિકન પાર્ટીની પ્રતિનિધિ સભામાં પણ બહુમતી હાંસલ કરવા, સેનેટમાં બહુમતી જાળવી રાખવા અને તેમને પોતે બીજીવખત વ્હાઇટ હાઉસમાં ચૂંટાવાની આવશ્યક્તા છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમેરિકામાં આ અગાઉ પહેલા ઇમિગ્રેશન સુધાર ૫૪ વર્ષ પહેલા થયું હતું. ટ્રમ્પનું કહેવું છે કે તેઓ એક એવી યોગ્યતા આધારીત ઇમિગ્રેશન સિસ્ટમ બનાવવા માગી રહ્યા છે, જેના અંતર્ગત કાયમી કાનૂની આવાસ વય, જ્ઞાન, નોકરીની તકના આધારે લોકોને આપવામાં આવશે, જે નાગરિક તરીકેની તેમની જવાબદારીને ધ્યાનમાં લે છે.

Related posts

ફાઈઝરે બાળકો પર કોરોના રસીનું ટ્રાયલ શરૂ કર્યું

editor

ટ્રમ્પ સરકાર એચ-૧બી વિઝા નિતીમાં ફેરફાર કરશે

aapnugujarat

અમેરિકાએ આપી તેના નાગરિકોને ચેતવણીઃ જરુરી ન હોય ત્યાં સુધી પાકિસ્તાન યાત્રા ટાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1