Aapnu Gujarat
રમતગમત

ધોની અનુભવનો ખજાનો, વિકેટો પાછળ તે અનમોલ છે : કોહલી

વર્લ્ડકપ ૨૦૧૯માં રમવા જતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ૨૦૧૧ની વર્લ્ડ કપ જીતને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવા બરાબર મહત્વ આપે છે. કોહલીએ કહ્યું હતું કે વર્લ્ડ કપ એક ગ્લોબલ ટૂર્નામેન્ટ છે અને ચાર વર્ષ પછી એક વખત આવે છે. તેવા સમયે આ ટૂર્નામેન્ટ જીતવી કોઈપણ જીત કરતા ઓછી નથી.
વિરાટે કહ્યું હતું કે હું તેના વિશે શું કહી શકું. મારી કારકિર્દી તેની કેપ્ટનશિપમાં શરુ થઈ હતી અને જેટલો નજીકથી મેં તેને જોયો છે તેટલો ઘણા ઓછા લોકોએ જોયો છે. ધોની માટે ટીમ સૌથી વધારે છે અને આ સૌથી મહત્વપૂર્ણ વાત છે. તેની દરેક વાત ટીમ સાથે જોડાયેલી હોય છે. સાથે ટીમમાં જે અનુભવ તેની પાસે છે તે અમને મદદ કરે છે. સ્ટમ્પ પાછળ તેના શિકાર મેચનું પરિણામ બદલનારા હોય છે. હાલમાં જ આઈપીએલમાં આ જોવા મળ્યું હતું.
ધોનીની ટિકાને કોહલીએ દૂર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. કોહલીએ કહ્યું હતું કે લોકો પાસે ધીરજ નથી. ક્યારેક-ક્યારેક એક દિવસ ખરાબ જાય છે તો તેને વધારીને રજુ કરવામાં આવે છે. જોકે એ તથ્ય છે કે તે ક્રિકેટના સૌથી ચતુર ખેલાડીઓમાંથી એક છે. વિકેટો પાછળ તે અનમોલ છે. તેની હાજરીથી ફ્રીડમ મળે છે.

Related posts

FIFA World Cup : सर्वाधिक गोल करने वाली फुटबॉलर बनीं मार्टा

aapnugujarat

ટીમ ઇન્ડિયામાં કંઇ ખાસ નથી : સ્ટીવ વૉ

aapnugujarat

પાકિસ્તાન વિરૂદ્ધની મેચને લઈ ભારતીય ટીમ સજ્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1