Aapnu Gujarat
શિક્ષણ

રાજયની ગેરકાયદે શાળા સામે કાર્યવાહી કરવા બોર્ડનો આદેશ

રાજ્યભરમાં ચાલતી ગેરકાયદેસર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પર કાર્યવાહી કરવાનો બહુ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલીક ટ્રસ્ટ દ્વારા બોર્ડની મંજૂરી વગર શાળાઓ શરૂ કરી વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. જેને ધ્યાનમાં લેતા આ પ્રકારની શાળાઓ સામે જરૂરી પગલા ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઘણા વર્ષોથી ગેરકાયદેસર ચાલતી શાળોની ૨૦૧૮માં બોર્ડને જાણ થતા શિક્ષણ વિભાગે આ મામલાને ગંભીરતાથી લીધો છે.
સામાન્ય રીતે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માટે શિક્ષણ બોર્ડની મંજૂરી લેવી જરૂરી છે. જો બોર્ડની મરજી વગર કોઇ શાળા શરૂ કરવામાં આવે તો તેને અમાન્ય માનવામાં આવે છે. જો આ વ્યવસ્થા સાથે ચેડા કરવામાં આવે તો તે શાળા સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. અગાઉ જાહેર થયેલા પરિપત્ર અનુસાર, શહેરમાં અંદાજે ૫૦ જેટલી અમાન્ય શાળાઓ છે. જેમા વાલીઓને જણાવ્યું છે કે આ પ્રકારની સ્કૂલોમાં પોતાના બાળકોને મોકલીને તેમનું ભવિષ્ય ના બગાડે. શહેરના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે અમાન્ય શાળાઓ ચાલી રહી છે. હવે બોર્ડ દ્વારા સમગ્ર મામલો ગંભીરતાથી લેવાયો છે અને હવે ઝીણવટભરી તપાસ અને ચકાસણી બાદ આવી ગેરકાયદે શાળાઓ વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

ધો. ૧૦ની માર્કશીટ વગર ૧૧માં પ્રવેશ આપવાનું શરૂ

editor

ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર

editor

નસવાડી તાલુકાની ૧૫ શાળાઓમાં નાયબ ડી.પી.ઓ.એ ચેકિંગ હાથ ધર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1