Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

હોલસેલ ફુગાવો ઘટી ૩.૦૭ ટકા

ખાદ્ય પદાર્થોની કિંમતો વધી જવાના પરિણામ સ્વરુપે તથા ઇંધણની કિંમતો નરમ થવાના લીધે એપ્રિલ મહિનામાં હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવો ઘટીને ૩.૭ ટકા થયો છે. હોલસેલ મોંઘવારીમાં રાહત થઇ છે. એપ્રિલ મહિનામાં ઘટીને તે ૩.૦૭ ટકા થઇ ગયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો માર્ચ ૨૦૧૯માં ૩.૧૮ ટકા હતો જે એપ્રિલ ૨૦૧૮માં ૩.૬૨ ટકા થઇ ગયો છે. શાકભાજીની કિંમતો વધવાથી એપ્રિલમાં ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ફુગાવામાં વધારો થયો છે. સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ મહિનામાં શાકભાજીમાં ફુગાવો ૪૦.૬૫ ટકા સુધી પહોંચી ગયો છે. માર્ચ મહિનામાં આ આંકડો ૨૮.૧૩ ટકા હતો. ખાદ્યાન્ન ચીજવસ્તુઓમાં ફુગાવો માર્ચમાં ૫.૬૮ ટકાથી વધીને એપ્રિલ ૨૦૧૯માં ૭.૩૭ ટકા થઇ ગયો છે. બીજી બાજુ ફ્યુઅલ અને વિજળી કેટેગરીમાં ફુગાવો એપ્રિલમાં ઘટીને ૩.૮૪ ટકા થઇ ગયો છે. માર્ચમાં ફુગાવો ૫.૪૧ ટકા હતો. આવી જ રીતે ફુગાવાના આંકડામાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષામાં મુખ્યરીતે રિટેલ ફુગાવાના આંકડા ઉપર ધ્યાન આપવામાં આવે છે. રિઝર્વ બેંકે ગયા મહિને રેપોરેટમાં ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો રેપોરેટમાં કરવામાં આવ્યો હતો. સોમવારના દિવસે રિટેલ ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. રિટેલ ફુગાવાનો આંકડો ૨.૯૨ ટકા સુધી પહોંચી ગયો છે. શાકભાજી, માંસ, ફિશ અને ઇંડા જેવી ચીજવસ્તુઓ મોંઘી બની છે. રિઝર્વ બેંકે એપ્રિલ-સપ્ટેમ્બર અવધિમાં રિટેલ ફુગાવો ૨.૯ ટકાથી ૩ ટકાની વચ્ચે રહેવાનો અંદાજ મુક્યો છે.

Related posts

मोदी ने मनामा के श्रीनाथजी मंदिर में प्रार्थना की

aapnugujarat

ઈન્સ્યોરન્સ કંપનીઓની તિજોરી ભરાઈ

editor

सपा ने आजमगढ़ को बनाया आतंक का गढ़ : सीएम योगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1