Aapnu Gujarat
બિઝનેસ

રિલાયન્સની એન્ટ્રી : ડિઝિટલ સ્ટોરની સંખ્યા ૫૦ લાખ થશે

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઓનલાઈન રીટેલ માર્કેટમાં આવવાથી ડિઝિટલ રીટેલ સ્ટોેલન સંખ્યા હવે ૧૫ હજારથી વધીને ૨૦૨૩ સુધી ૫૦ લાખથી વધુ થઈ જશે. રીલાયન્સની એન્ટ્રીથી ડિઝિટલ સ્ટોરની સંખ્યા વધવાથી કિરાણા સ્ટોરને પણ ડિઝિટલ કરવામાં આવશે. દેશમાં રીટેલ માર્કેટનું કદ આશરે ૭૦૦ અબજ ડોલર અથવા તો ૪૯ ખર્વ રૂપિયાનું છે. તેમાં ૯૦ ટકા હિસ્સેદારી અસંગઠીત ક્ષેત્રની રહેલી છે. અસંગઠીત ક્ષેત્રમાં મોટા ભાગના વિસ્તારોમાં સ્થિત કિરાણાની દુકાનોની હિસ્સાદારી રહેલી છે. આ કિરાણા સ્ટોર પોતાની ટેકનોલોજીને અતિઆધુનિક બનાવવાની ઈચ્છા ધરાવે છે. જેનાથી ડિઝિટલીકરણમાં ગતિ આવી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રવાહ અને ઈકોર્મસની વધતી જતી સ્પર્ધાના કારણે ચિત્ર સર્જાઈ રહ્યું છે. જીએસટી અમલીકરણે પણ ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે. રિલાયન્સ વિશ્વમાં સૌથી મોટા ઓનલાઈન ટુ ઓફ લાઈન ઈકોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરવાના પ્રયાસમાં છે. રિલાયન્સની યોજના હવે જુદા જુદા વિસ્તારોમાં સ્થિત કિરાણાની દુકાનોને જીયો મોબાઈલ પોઈન્ટ ઓફ સેલ મારફતે પોતાના ૪જી નેટવર્કથી જોડવાની શક્યતા ચકાસી રહી છે. આનો ઉપયોગ ગ્રાહકોને પૂરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવશે. રિલાયન્સ આ ક્ષેણીમાં સ્નેપબિજ, નુક્કડશોપ અને ગોફ્રુગલ જેવી કંપનીઓને ટક્કર આપશે. રિલાયન્સ દ્વારા અનેક ગણી સસ્તી સુવિધા આપવામાં આવનાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. રિલાયન્સ માત્ર ૩ હજાર રૂપિયામાં મોબાઈલ પોઈન્ટ ઓફ સેલ મશીન આપે છે. જ્યારે સ્નેપબિજ આને માટે ૫૦ હજારનો ચાર્જ લે છે.

Related posts

ભારતની વાસ્તવિકતા ભ્રષ્ટાચાર, ગંદા રસ્તા છે : નારાયણ મૂર્તિ

aapnugujarat

ચકચારી ટુજી સ્પેક્ટ્રમ કાંડમાં ૨૧મી ડિસેમ્બરે ચુકાદો જાહેર

aapnugujarat

લેમનટ્રી હોટેલ્સના શેર આજે શેરબજારમાં લિસ્ટેડ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1