Aapnu Gujarat
ગુજરાત

બુટલેગરે દારૂ ભરેલી ગાડી પીએસઆઈ પર ચડાવી દેતાં પગમાં ૪ ફ્રેક્ચર

ગુનેગારો દ્વારા પોલીસ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે સાબરકાંઠામાંથી આવા જ સમાચાર સામે આવી રહ્યાં છે. પીએસઆઇએ બુટલેગરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે જોતાં ઉશ્કેરાયેલા બુટલેગરે દારૂ ભરેલી ગાડી પીએસઆઇ પર ચડાવી દીધી હતી. જેમાં પીએસઆઈને ગંભીર ઇજા પહોંચી છે.
મળતી માહિતી પ્રમાણે, રાણી બોર્ડર નજીક આ ઘટના બની હતી. વિજયનગરના પીએસઆઇ વાય. વાય. ચૌહાણે એક બુટલેગરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે જોતાં બુટલેગર ઉશ્કેરાયો હતો અને દારૂ ભરેલી ગાડી પીએસઆઇ ચૌહાણ પર ચડાવી દીધી હતી. જેના પગલે પીએસઆઇ ચૌહાણને ગંભીર ઇજા પહોંચી હતી.
આ હુમલામાં પીએસઆઇ ચૌહાણના પગમાં ચાર ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ તેમને અન્ય ગંભીર ઇજાઓ પણ પહોંચી છે. આ મામલે પોલીસે બુટલેગર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

કડી ખાતે નિતિન પટેલે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

editor

સાબરમતી રેલવે કોલોનીમાં જુગાર ધામ પર દરોડા

aapnugujarat

रामोल में बुटलेगर रघु सवा के भतीजे की क्रुर हत्या हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1