Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અચાનક પૈસાની જરૂર પડે તો એસબીઆઇએ શરૂ કરી નવી સુવિધા

સામાન્ય રીતે બેંક એકાઉન્ટથી જમા રાશી પ્રમાણે તમે પૈસા ઉપાડી શકો છો, પરંતુ એવી પરિસ્થિતિ સર્જાઇ કે તમને વધારે પૈસાની જરૂર પડે તો ? આ માટે એસબીઆઇએ ઓવરડ્રાફ્ટ સુવિધા શરૂ કરી છે. એસબીઆઇએ કહ્યું કે બેંકે ૧ લાખ રૂપિયાથી વધુ કેશ ક્રેડિટ/ઓવર ડ્રાફ્ટ રેટ્‌સ રેપોરેટથી લિંક કરવામાં આવ્યા છે. જેથી કસ્ટમર્સને રેપોરેટમાં થયેલા ઘટાડાનો ફાયદો થશે.આરબીઆઇએ રેપોરેટમાં ૪ એપ્રિલે ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો અને તેનો સંપૂર્ણ લાભ એસબીઆઇના ૧ લાખ રૂપિયાથી વધુ કસ્ટમર્સને ૧ મે ૨૦૧૯થી મળવાનું શરૂ થઇ ગયું છે.ઓવરડ્રાફ્ટ એક પ્રકારની લોન હોય છે, જેમાં કસ્ટમર્સ પોતાના બેંક એકાઉન્ટમાંથી બેલેન્સથી વધુ પૈસા ઉપાડી શકે છે. આ વધારાની રકમ નિયત કરેલા સમયમાં ચૂકાવવાની રહેશે. જેનું ડેઇલી વ્યાજ લાગે છે. ઓવરડ્રાફ્ટ ફેસિલીટી કોઇપણ બેંક અથવા નોન-બેંકિંગ ફાઇનેન્શિયલ કંપની આપી શકે છે. તમને મળનારા ઓવરડ્રાફ્ટની લિમિટ નોન-બેંકિંગ ફાઇનેન્શિયલ કંપની નક્કી કરશે.બેંક પોતાના કેટલાક ગ્રાહકોને પ્રીઅપ્રુવ્ડ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપે છે. તો કેટલાક કસ્ટમર્સને તેના માટે અલગથી મંજૂરી લેવાની હોય છે. આ માટે લેખિતમાં અથવા ઇન્ટરનેટ બેંકિંગની મદદથી એપ્લાઇ કરવાનું હોય છે. કેટલીક બેંક આ સુવિધા માટે પ્રોસેસિંગ ફીસ પણ વસૂલે છે.ઓવરડ્રાફ્ટ બે પ્રકારના હોય છે, એક સિક્યોર્ડ, બીજું અનસિક્યોર્ડ, સિક્યોર્ડ ઓવરડ્રાફ્ટ માટે સિક્યોરિટી તરીકે કોઇ વસ્તુ ગીરવે મુકવી પડે છે. જેમાં તમે એફડી, શેયર્સ, ઘર, સેલેરી, ઇન્શ્યોરન્સ પોલીસ, બોન્ડ્‌સ વગેરે જેવી વસ્તુઓ પર ઓવરડ્રાફ્ટ મેળવી શકો છો.

Related posts

असम में बोले शाह – मोदी सरकार ही बना सकती है भ्रष्टाचार, घुसपैठिया और आतंकवाद मुक्त राज्य

editor

પોલીસ અધિકારીઓ સરકાર બદલાતા તેમની સામે પગલાં લેવાય છે : સુપ્રીમ

editor

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ વધારો ઝીંકાયો : લોકો ત્રાહિમામ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1