Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારત અયોગ્ય વ્યાપાર નીતિ અફનાવી રહ્યું છેઃ અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલબર રૉસ

ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલબર રૉસે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે. અમેરિકાએ કહ્યું છે કે, ભારત ‘અયોગ્ય’ વ્યાપાર નીતિ અપનાવી રહ્યું છે અને ભારતે પોતાના દેશમાં કામ કરી રહેલી અમેરિકી કંપનીઓના માર્ગમાં આવી રહેલી મુશ્કેલીઓ ઓછી કરવી જોઈએ. ભારત સરકાર આ મુદ્દે ધ્યાન આપશે તેવો રૉસે આશાવાદ પણ વ્યક્ત કર્યો છે.
અમેરિકા ઈચ્છે છે કે, અહીં કામ કરી રહેલી તેમની કંપનીઓ માટે ભારત વ્યાપાર કરવા અને આંકડાઓના સ્થાનિક રૂપે રજુ કરવાના સંદર્ભમાં ઉભી થતી અડચણો દૂર કરે. અમેરિકી વાણિજ્ય મંત્રી (કોમર્સ સેક્રેટરી) વિલબર રૉસે કહ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે અહીં કામ કરી રહેલીએ અમેરિકી કંપનીઓ માટે મુશ્કેલીઓ દૂર કરવામાં આવે. આ આંકડાઓને સ્થાનિક રૂપે રજુ કરવાના પ્રતિબંધનો મુદ્દો પણ શામેલ છે. આમ કરવાથી આંકડાઓની સુરક્ષા નબળી પડે છે તથા વ્યાપાર ખર્ચ વધે છે. રૉસે ટ્રેડ વિંડ ફોરમ અને ટ્રેડ મિશનને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી.
રૉસ ૧૦૦ અમેરિકી બિઝનેસ ડેલીગેટ સાથે ભારત આવ્યા છે. તેમને અહીં કહ્યું હતું કે, અમે વ્યાપારમાં કેટલીક અડચણો દૂર કરવાને લઈને ભારતની પ્રતિબદ્ધતાના વખાણ કર્યા છે. નવી સરકાર સંભવતઃ જૂન રચાશે અને ત્યાર બાદ સમસ્યાનો ઉકેલ આવે તેવી શકયતા છે. રૉસે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ભારત વાહન, મોટરસાઈકલ અને કૃષિ ઉત્પાદનો જેવા સામાનો પર ઉંચી ઈમ્પોર્ટ ડ્યૂટી લગાડે છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે, વ્યાપારી સંબંધો નિષ્પક્ષત્તા અને પરસ્પર હિતો પર આધારીત હોવા જોઈએ. પરંતુ હાલ ભારતમાં અમેરિકી કંપનીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં ડ્યુટી અને ટેક્ષનો સમાવેશ થાય છે. સાથે જ અનેક એવી ગતિવિધિઓ અને નિયમન છે જે વિદેશી કંપનીએઓ માટે નુંકશાનકાર છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં સરેરાશ ડ્યુટી ૧૩.૮ ટકા છે જે દુનિયાનીએ કોઈ પણ મોટી અર્થવ્યવસ્થા કરતા સૌથી વધારે છે.

Related posts

अमेरिकी जज ने आतंकवादी मामले में पाकिस्तानी को किया दोषमुक्त

aapnugujarat

एच-१बी वीजा पर ट्रंप प्रशासन के आंकडे गलत : थिंक टैंक

aapnugujarat

ટ્રમ્પના હેલ્થકેર બિલનો અમેરિકી કોંગ્રેસે કર્યો અસ્વીકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1