Aapnu Gujarat
રાષ્ટ્રીય

મૌલાનાએ બાળકીને બેલ્ટથી ઢોર માર મારતા અરેરાટી વ્યાપી

નોએડાના એક મદરેસામાં મોલવી દ્વારા કુમળી બાળકીને ઢોર મારવામાં આવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છેકે મૌલવીએ બાળકીને બેલ્ટવડે માર માર્યો. જ્યારે બાળકીનાં પરિવારનાં લોકો મદરેસા ગયા તો તેમણે બાળકીની સ્થિતી જોયા બાદ મૌલવી વિરુદ્ધ પોલીસ સ્ટેશન સેક્ટર ૪૯માં લેખીત ફરિયાદ કરી. પોલીસે આ બાબતે આઇપીસી કલમ ૩૨૩,૫૦૪ હેઠળ કેસ દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી છે.
અહીં ભણવા માટે આવતી આ બાળકી અને તેની બહેનનું કહેવું છે કે જ્યારે તે મૌલાનાનાં સવાલોનો જવાબ નહોતી આપી શકતી તો મૌલાના તેની આંગળીઓ મરોડતા હતા અને પછી ગુસ્સો આવતો તો બેલ્ટથી પણ માર મારતા હતા. ન માત્ર બે બહેનો સાથે મૌલાના દરેક બાળક સાથે આ પ્રકારનું વર્તન કરતો હતો. પરિવારનું કહેવું છેકે બાળકીઓની સારી તાલિમ માટે બાળકીઓને ત્યાં મોકલતા હતા. પરંતુ અમને ખબર નહોતી કે મૌલાના આ પ્રકારે માર મારતો હશે.
પરિવારજનોનું કહેવું છે કે મૌલાના કરતા વધારે ગુસ્સો તેમને નોએડા પોલીસ પર છે. જે અમારી ફરિયાદ પર કાર્યવાહી કરીવાને બદલે પોલીસ અમને જ ધમકાવવા લાગ્યા હતા. જો કે પીડિતનાં આરોપો બાદ પોલીસનું કહેવું છે કે આરોપો ખોટા છે. અમે પીડિતની ફરિયાદ લઇ લીધી છે અને આરોપોની તપાસ કરી રહ્યા છીએ. આરોપી ફરાર છે, તેને ઝડપથી દબોચી લેવામાં આવશે.

Related posts

Covid-19: ‘Gujarat model exposed’ RaGa slams Centre

editor

મનરેગાનો એક એક પૈસો પાણી બચાવવાના કામમાં આવે : મોદી

editor

નરેન્દ્ર મોદી પીએમ પદ માટે દેશના લોકોની પહેલી પસંદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1