Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૪ની ચૂંટણીનાં પાંચમાં તબક્કામાં ભાજપે ૫૧ બેઠક પૈકીની ૩૯ જીતી હતી

લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કા માટે આજે મતદાન થયું હતું. મતદાનની સાથે જ તમામ ઉમેવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. આજના મતદાનની સાથે જ હવે રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ છે. છેલ્લી ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આ તબક્કામાં રહેલી કુલ ૫૧ સીટો પૈકી ૩૯ સીટ પર સપાટો બોલાવ્યો હતો. મોદી લહેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ મોટા ભાગની સીટો જીતી લીધી હતી. ભારતીય જનતા પાર્ટીએ આ તબક્કામાં ૩૯ સીટો જીતી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર બે સીટો મળી હતી. ટીએમસીને તમામ સાતેય સીટો મળી હતી. એટલે કે મોદી લહેર હોવા છતાં તેની અસર બંગાળમાં નજરે પડી ન હતી. આ વખતે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતી મજબુત દેખાઇ રહી છે. ભારતીય જનતા પાર્ટીીએ તમામ તાકાત બંગાળમાં લગાવી દીધી છે. કેટલીક એવી સીટો રહેલી છે જે દર વખતે મિજાજ બદલે છે. આ સીટોમાં ભરતપુર, દૌસા, ગંગાનગર, જયપુરજેવી રાજસ્થાનની સીટોનો સમાવેશ થાય છે. આવી જ રીતે મધ્યપ્રદેશની હોશંગાબાદ સીટ પણ સામેલ છે. બિહારમાં હાજીપુરની સીટ પણ આવી જ રહેલી છે. બીજી બાજુ કેટલીક સીટો ગઢ તરીકે રહેલી છે. જેમાં અલવર, બિકાનેર, ચુરુનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશની દમોહ, બજુરાહો, સતનાનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશની અમેઠી, લખનૌ અને રાયબરેલી સીટો એવી છે જે પણ વિશ્વાસપાત્ર સીટો છે. જ્યાંથી વર્ષોથી એક જ ઉમેદવારો જીતે છે. પાંચમાં તબક્કાની ચૂંટણીમાં મેદાનમાં રહેલા કુલ ઉમેદવારો પૈકી તમામની સરેરાશ સંપત્તિ ૮.૭૪ કરોડની આસપાસ નોંધાઇ છે. ભાજપના ૭૯ ટકા ઉમેદવારોની પાસે કરોડોની સંપત્તિ છે. પાંચમાં તબક્કામાં મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૬.૯૧ કરોડ રૂપિયા છે. જુદા જુદા ક્ષેત્રોની બેઠ પર તમામ તાકાત સંબંધિત પાર્ટીના ઉમેદવારો દ્વારા લગાવી દેવામાં આવી છે. હવે બે તબક્કાની ચુંટણી બાકી રહ છે.

Related posts

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત ૧૧માં દિને થયેલ ઘટાડો

aapnugujarat

‘मित्रों’ की जेब भर रही भाजपा : प्रियंका गांधी

aapnugujarat

DMK नेता दयानिधि मारन ने लोकसभा में तमिलनाडु में कथित भ्रष्टाचार और कावेरी मुद्दे को उठाया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1