Aapnu Gujarat
બિઝનેસ

ફેસબુક ટૂંક સમયમાં લોન્ચ કરશે બિટકોઇન, તૈયારી સાથે પ્રારંભિક ભરતી શરૂ

પોતાના પ્લેટફોર્મ પર ક્રિપ્ટોકરન્સી આધારિત લેણદેણ માટે ફેસબુક પોતાના બિટકોઇન લોન્ચ કરવા માટે ખુબ મહેનત કરી રહ્યું છે. ફેસબુકના ૨.૩૮ અબજ યૂઝર છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, ફેસબુક તેના માટે ડઝનો નાણાકિય કંપનીઓ અને ઓનલાઇન મર્ચન્ટ ભરતી કરી રહ્યું છે.
ક્રિપ્ટોકરન્સી આધારિત સિસ્ટમનો ઉપયોગ બિટકોઇનની જેમ ડિજિટલ કોઇનના રૂપમાં કરવામાં આવશે. ફેસબુકનું માત્ર તે કહેવું છે કે, તે વર્ચ્યુઅલ ચલણ તકનીક માટે વિભિન્ન સમાધાનો શોધી રહી છે.
ફેસબુક નેટવર્કને રજૂ કરવા માટે ડઝનો નાણાકિય કંપનીઓ અને ઓનલાઇન મર્ચન્ટની ભરતી કરી રહ્યું છે. ફેસબુકની આ સિસ્ટમ એટલે કે બિટકોઇનની જેમ ડિજિટલ કોઇનનો ઉપયોગ કરશે પરંતુ તે છોડું અલગ હશે. ફેસબુકનું લક્ષ્ય તેના મૂલ્યને સ્થિર રાખવાનું હશે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
ફેસબુકે કહ્યું કે, તે બ્લોકચેન ટેકનોલોજીની તાકાતનો ઉપયોગ કરવાની રીત શોધી રહી છે. હાર્વર્ડ કાયદા પ્રોફેસર જોનાથન જ્રિટૈનને ફેબ્રુઆરીમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ફેસબુકના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) માર્ક ઝુકરબર્ગને કહ્યું હતું કે, તે ફેસબુકને બ્લોકચેન ટેક્નોલોજીમાં પ્રવેશ કરવા માટે રસ લઈ રહ્યાં છે.
તેમના અનુસાર, બ્લોકચેન યૂઝર્સને થર્ડપાર્ટી એપ્સનો ઉપયોગ કરવા માટે અને વધુ સશક્ત બનાવી શકે છે. ફેસબુકે પોતાના વરિષ્ઠ એન્જિયનિયરોમાંથી એક ઇવાન ચેંગને પોતાના હોલમાં જ લોન્ચ બ્લોકચેન વિભાગના ડાયરેક્ટર ઓફ એન્જિનિયરિંગ તરીકે પ્રચારિત કર્યાં છે. ઝુકરબર્ગે જ્રિટૈનને કહ્યું હતું, હું વિકેન્દ્રિત કે બ્લોકચેન પ્રમાણિકતા વિશે વિચારી રહ્યો છું. પરંતુ મેં તેને કરવાની રીત શોધી નથી, પરંતુ આ પ્રમાણિકતા જેવું છે અને મૂળ રૂપથી પોતાની જાણકારીઓ અને વિભિન્ન સેવાઓ મેળવી રહ્યું છે.

Related posts

Arvind Limited signs an MoU with Govt. of Gujarat

aapnugujarat

સરકાર અને આરબીઆઈ વચ્ચેના તણાવ પર આઈએમએફની નજર

aapnugujarat

શેર બાયબેકની દરખાસ્ત ઉપર ટીસીએસ બોર્ડ આવતીકાલેે વિચારશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1