Aapnu Gujarat
ગુજરાત

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન આર્ટ એક્ઝિબિશન શરૂ

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન આર્ટ એક્ઝિબિશન ૨૦૧૯ અમદાવાદ સંભાગના સમગ્ર ગુજરાતમાંથી ૨૧ કલા શિક્ષકો (ચિત્રકારો)એ લલિતકલા અકાદમીના સોમાલાલ શાહ કલા ગેલેરીમાં ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૯-૦૪-૨૦૧૯નાં રોજ ઉદ્‌ઘાટન જયદીપ દાસ ડેપ્યુટી કમિશનરશ્રી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અને જાણીતા ચિત્રકાર નટુભાઈ પરીખ, રતિલાલ કાંસોદરીયા, નિલીમા હાંસીજા, એનઆઈડી સિરામિક વિભાગનાં વડા તથા શ્રી રમણલાલ મિસ્ત્રી નિવૃત્ત એનઆઈડી એનિમેશન, વિખ્યાત કાર્ટુનિસ્ટ એ.એચ.જાની, ચિત્રકાર જય પંચોલી સહિત કલા પ્રેમી હાજર રહ્યાં હતાં. અમદાવાદ શહેરનાં લો-ગાર્ડન વિસ્તારમાં આવેલા રવિશંકર રાવળ હોલ ખાતે આ ચિત્ર પ્રદર્શન તા.૦૧-૦૫-૨૦૧૯ સુધી સવારે ૧૧ થી સાંજે ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે.
(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

ગોધરાકાંડ મૃતકોના પરિજનોને ૨૬૦ કરોડની સહાય મળશે

aapnugujarat

१० इंच बारिश से शहर के अधिकांश इलाके पानी में

aapnugujarat

કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1