Aapnu Gujarat
રાષ્ટ્રીય

સેનામાં પ્રથમ વખત થશે મહિલાઓની ભર્તી

સેનાએ પહેલી વખત મહિલાઓની ભરતી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. રક્ષા મંત્રાલયે પણ આ અંગેની મંજૂરી આપી દીધી છે. જાન્યુઆરીમાં સેના પોલીસમાં પહેલી વખતમાં મહિલાઓને સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે ટ્‌વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. તેમના કહ્યાં પ્રમાણે સેના પોલીસમાં મહિલાઓની ૨૦ % ભાગીદારી હશે. મહીલાઓની ભરતી પીબીઓઆર(પર્સનલ બિલો ઓફિસર રેંક)રોલમાં કરવામાં આવશે.
સેનાની પોલીસમાં સામેલ થનારી મહિલાઓ દુષ્કર્મ અને છેડતી જેવા મામલાઓની તપાસ કરશે. સેના પોલીસની ફરજ સૈન્યના છાવણીની દેખરેખ કરવાનું હોય છે. સેના પોલીસ શાંતિ અને યુદ્ધના સમયે જવાનો અને સામાનની હેરફેરનું સંચાલન કરે છે. સેના પોલીસમાં ૮૦૦ મહિલાઓને ભરતી કરવામાં આવશે. દર વર્ષે ૫૨ ટકા મહિલાઓની ભરતી કરવામાં આવશે. અત્યાર સુધી સેનાની મેડિકલ, સિગ્નલ, એજ્યુકેશન અને એન્જિનયરિંગ દળમાં મહિલાઓને સામેલ કરવામાં આવે છે. મહિલાઓને યુદ્ધમાં સામેલ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
રક્ષા રાજ્ય મંત્રી સુભાષ ભામરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, સેનામાં મહિલાઓની ભાગીદારી ૩.૮૦ટકા છે. જ્યારે વાયુસેનામાં ૧૩.૦૯ટકા અને નૌસેનામાં ૬ ટકા મહિલાઓ છે.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરૂદ્ધ આચારસંહિતા ભંગની અરજી

aapnugujarat

शशि थरूर को कोलकाता HC से मिली राहत, गिरफ्तारी वारंट पर लगी रोक

aapnugujarat

માર્ચ સુધી તમામ બેંક એકાઉન્ટને આધાર સાથે જોડવા જરૂરી,

editor

Leave a Comment

UA-96247877-1