Aapnu Gujarat
રાષ્ટ્રીય

મમતા બેનરજીના ભત્રીજાની આવકમાં વધારો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીની સંપત્તિમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. ડાયમંડ હાર્બર બેઠક પરથી ટીએમસી સાંસદ અભિષેક બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. ૨૦૧૪માં પોતાના પ્રથમ ચૂંટણી દરમિયાન અભિષેકે પોતાની સંપત્તિ ૨૩.૫૭ લાખ દર્શાવી હતી. આ વખતે ૨૦૧૯ની ચૂંટણી દરમિયાન એફિડેવિટમાં અભિષેકે પોતાની સંપત્તિ ૭૧.૪ લાખ દર્શાવી છે.
અભિષેક બેનરજી તરફથી તૈયાર કરાયેલી એફિડેવિટ અનુસાર તેમની પાસે ૩૦ ગ્રામ સોનું છે જેની કિંમત ૯૬ હજાર છે. અભિષેક પાસે ૪૦ ગ્રામ ચાંદી છે જેની કિંમત ૧૫૦૦ રૂપિયા છે. સોગંદનામા મુજબ અભિષેકની પત્ની તેમના કરતા વધારે ધનવાન છે. પત્ની રુજિરા બેનરજી પાસે ૧.૫ કરોડની સંપત્તિ છે. તેમની પાસે ૬૫૮ ગ્રામ સોનું, ૨.૩ કિલો ચાંદી અને અન્ય પત્થરો છે જેની કિંમત આશરે ૨૨ લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત તેમની પાસે ત્રણ લાખ રૂપિયાની પેઈન્ટિંગ્સ પણ છે.
સોગંદનામામાં અભિષેક બેનરજીએ પોતાના સરનામામાં મ્-૩૦, હરીશ ચેટરજી સ્ટ્રીટ લખ્યું છે, જે મમતા બેનરજીનું પણ સરનામું છે. જોકે તેઓ કાયમ માટે આ સ્થળે રહેતા નથી. અભિષેક બેનરજી પાસે કોઈ કોમર્શિયલ અથવા રેસિડેન્શલ રહેઠાણ નથી. આ ઉપરાંત અભિષેક પર કોઈ ગુનો દાખલ થયેલો નથી.

Related posts

ડેરા દ્વારા આત્મઘાતી ટુકડી પણ તૈયાર કરાઇ રહી હતી

aapnugujarat

આજે અવિશ્વાસ દરખાસ્ત ઉપર ચર્ચા-મતદાન

aapnugujarat

જીએસટીના દરમાં વધુ રાહતો આપવા જેટલીનો સંકેત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1