Aapnu Gujarat
મનોરંજન

ટેન્શનમાં હોઉં ત્યારે માતાપિતાથી દૂર થઇ જાઉં છું : ટાઇગર શ્રોફ

હોનહાર અભિનેતા ટાઇગર શ્રોફે કહ્યું હતું કે હું ટેન્શનમાં હોઉં અથવા બહુ લો ફીલ કરતો હોઉં ત્યારે પરિવારથી દૂર ક્યાંક રજાઓ ગાળવા ઉપડી જાઉં છું. ‘મારું ટેન્શન કે નિરાશા માતાપિતાથી દૂર રહે એવા મારા પ્રયાસો હોય છે. મારી સમસ્યા એમની સમસ્યા ન બની રહે એટલા માટે ટેન્શનમાં હોઉં કે ક્યારેક કોઇ વાતે હતાશ હોઉં ત્યારે હું મારાં માતાપિતાથી દૂર ચાલ્યો જાઉં છું’ એમ ટાઇગર શ્રોફે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.
એણે ઉમેર્યુ હતું કે મારી બાબતમાં મારાં માતાપિતા ખૂબ સંવેદનશીલ છે. એટલે એમને મારા ટેન્શનની જાણ થાય તો એ લોકો પણ ટેન્શનમાં આવી જાય. એવું ન બને તેની તકેદારી રાખતાં હું દૂર ક્યાંક ચાલ્યો જાઉં છું.પોતાની આગામી ફિલ્મ કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધી યર ટુની વાત કરતાં એણે કહ્યું કે આ ફિલ્મમાં મં અગાઉની મારી કોઇ ફિલ્મમાં ન કરી હોય એવી એક્શન કરી છે. કંઇક જુદું કરવામાં મને ખૂબ આનંદ આવ્યો હતો. આ એક્શન પરંપરાગત એક્શન ન કહી શકાય એવી છે.

Related posts

રોહિત શેટ્ટીએ કર્યું કન્ફર્મઃ ‘ગોલમાલ ૫’ બની રહી છે

aapnugujarat

ઇશા ગુપ્તા સતત લાઇટમાં રહેવા બનતા પ્રયાસ કરે છે

aapnugujarat

અમિતાભ બચ્ચનને એફઆઈએફ એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવશે

editor

Leave a Comment

UA-96247877-1