Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

આઈપીએલ : આવતીકાલે રાજસ્થાન અને મુંબઈ ટકરાશે

જયપુરના સવાઇ માનસિંહ સ્ડેડિયમ ખાતે આવતીકાલ શનિવાર આઇપીએલ-૧૨ની મહત્વપૂર્ણ મેચ રમાનાર છે. આ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનાર છ. આ મેચનુ પ્રસારણ આવતીકાલ સાંજે ચાર વાગ્યાથી કરવામાં આવનાર છે. મુંબઇ ઇન્ડિયન્સ છેલ્લી કેટલીક મેચોથી તેના દેખાવમાં સતત સુધારો કરી રહી છે. જેથી તેની પાસેથી રાજસ્થાન સામેની મેચમાં પણ સારા દેખાવની અપેક્ષા છે.પોઇન્ટ ટેબલમાં મુંબઇ બીજા સ્થાને છે. તેના નવ મેચમાં છ જીત સાથે ૧૨ પોઇન્ટ છે. મુંબઇની ટીમમાં પણ કેટલાક સ્ટાર ખલાડી છે. કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત પંડયા બંધુઓ અન પોલાર્ડ પાસથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બંને ટીમો જોરદાર દેખાવ કરવા માટે ઉત્સુક છે. મેદાન પર છગ્ગા ચોગ્ગાની રમઝટ જોવા મળી શકે છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૨માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની તક રહેલી છે આઇપીએલમાં હજુ સુધી કેટલાક ખેલાડી તમામનું ધ્યાન ખેંચી રહ્યા છે.
જેમાં ડેવિડ વોર્નર, બેરશો અને ક્રિસ ગેઇલનો સમાવેશ થાય છે. રસેલ પણ જોરદાર દેખાવ કરી રહ્યો છે. ડિવિલિયર્સ પણ ફ્લોપ રહ્યો છે. મેચને લઇને ઉત્સાહ પ્રવર્તી રહ્યો છ. વાનખેડે સ્ટેડિયમ ખાત રમાનાર મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

Related posts

જેટ, ઇન્ડિગો ફ્લાઇટને રદ કરાતા ભાડામાં જંગી વધારો

aapnugujarat

BCCI names Sri Lanka as Zimbabwe’s replacement for a short 3-match T20 International series

aapnugujarat

અમરોહામાં બે શકમંદોનાં પાંચ સ્થળો પર એનઆઈએ અને ઉ.પ્ર. એટીએસનાં દરોડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1