Aapnu Gujarat
રમતગમત

ભારતીય ક્રિકેટરોનું ખરાબ ફોર્મ અને ઇજા બની ચિંતા, ૧૫મીએ ટીમ પસંદગી

ઇંગ્લેડમાં યોજાનાર આઇસીસી વર્લ્ડ કપમાં હવે ફક્ત ૪૯ દિવસ બાકી છે. દુનિયાના મોટાભાગના ક્રિકેટર હાલમાં ઇન્ડીયન ટી૨૦ લીગ (આઇપીએલ-૧૨) માં જોર અજમાવી રહ્યા છે. પંજાબ માટે રમી રહેલા દક્ષિણ આફ્રીકાના હરડસ વિલિયન તો આઇપીએલને વર્લ્ડ કપના સ્તરનું ટૂર્નામેંટ ગણાવી રહ્યા છે. તેમાં કોઇ શક નથી કે ઘણા ખેલાડી આઇપીએલમાં સારું પ્રદર્શન કરી પોત-પોતાની ટીમોમાં સ્થાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સ્પષ્ટ છે કે એવામાં બધી ટીમોના પસંદગીકર્તાની નજર આઇપીએલ પર છે. આઇપીએલની ગત કેટલીક મેચોની વાત કરીએ તો વેસ્ટઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો માટે સારા સમાચાર છે કે તેમના ખેલાડી સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય ટીમ માટે ઉત્સાહજનક સમાચાર નથી. આઇપીએલમાં ભારતીય ક્રિકેટર એવું પ્રદર્શન નથી કરી રહ્યા, જેવી તેમની પાસે આશા હતી. બીજી તરફ ક્રિકેટરો ઇજાગ્રસ્ત થતાં ટીમ ઇન્ડીયાની ચિંતા વધી રહી છે. જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા ઇજાના લીધે મેચની બહાર છે. જો આપણે બેટીંગની વાત કરીએ તો ટોપ-૫માં ફક્ત કેએલ રાહુલ છે. તે બીજા નંબર પર છે. જો આપણે ટોપ-૧૦ની વાત કરીએ તો તેમાં રાહુલની સાથે વિરાટ-કોહલી (૭મા) સામેલ છે. પરંતુ રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂનું ટોપ-૧૦ ન નથી તેનો અર્થ એ છે કે તે લયમાં નથી. ઋષભ પંત આ યાદીમાં ૧૨મા અને એમએસ ધોની ૨૦મા નંબર પર છે. બોલરોની સ્થિતિ કંઇ ઠીક નથી. મોહમંદ શમી અને યુજવેંદ્વ ચહલ અત્યાર સુધી ટોપ-૫માં છે. પરંતુ ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ લયમાં ન હોવાથી ચિંતાનો વિષય છે. ભુવી તો છ મેચોમાં ફક્ત ૩ વિકેટ લઇ શક્યા છે. તે બોલરોની યાદીમાં ૩૯મા નંબરે છે. તેમાંથી ૨૮ બોલરો તેમના કરતાં વધુ વિકેટ લઇ ચૂક્યા છે. ભુવી સહિત ૧૧ બોલરો ત્રણ-ત્રણ વિકેટ લઇને બરાબરી પર છે. બુમરાહે છ મેચમાં છ વિકેટ લીધી છે. તે યાદીમાં પાંચ બોલરોની સાથે સંયુક્ત રીતે ૧૨મા નંબરે છે. હાર્દિક પંડ્યાએ પણ છ મેચોમાં છ વિકેટ ઝડપી છે. પરંતુ તેમણે આ મેચોમાં ૧૯ ઓવરોમાં ૨૦૧ રન આપ્યા છે. તે આઇપીએલમાં પાંચ અથવા તેનાથી વધુ વિકેટ લેનાર બોલરોમાં સૌથી વધુ રન આપનાર બોલર છે. જોકે હાર્દિક પંડ્યા બેટીંગમાં લયમાં છે. અને અત્યાર સુધી ૩૦.૨૫ની સરેરાશ અને ૧૭૨.૮૫ના સ્ટ્રાઇક રેટથી ૧૨૧ રન બનાવી ચૂક્યા છે. વિજય શંકર પણ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં જગ્યા બનાવવાના પ્રયત્નમાં છે. દીપર ચાહર તે ક્રિકેટરોમાંથી છે, જે ટીમ ઇન્ડીયાના તે કોર ગ્રુપમાં સામેલ નથી, જેમણે વર્લ્ડકપની ટીમ સિલેક્ટ કરવાની છે. પરંતુ તેણે ૬ મેચોમાં ૮ વિકેટ લઇને ચોથા પેસર માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. ચેન્નઇ માટે રમનાર આ બોલર નવી બોલ પર કંટ્રોલ સાથે બોલીંગ કરે છે અને કેપ્ટન એમએસ ધોનીનું મુખ્ય હથિયાર છે.

Related posts

World XI भारत को घर में खुसकर दे सकते हैं मात..!

aapnugujarat

સાનિયા મિર્ઝા – અંકિતા રૈનાને પહેલા રાઉન્ડમાં મળી હાર

editor

Pakistan’s performance isn’t bad at all in World Cup : Moin Khan

aapnugujarat

Leave a Comment

UA-96247877-1