Aapnu Gujarat
ગુજરાત

બેફામ વાણીવિલાસ કરનાર અંગે ચૂંટણી પંચે હવે રિપોર્ટ માંગ્યો

ભાજપના કેબીનેટ મંત્રી દિલીપ ઠાકોર અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના વિવાદાસ્પદ નિવેદનને લઇ લોકસભાની ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે અને હવે ચૂંટણી પંચ આ બંને નેતાઓના કેસમાં રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે. જો તપાસમાં ચૂંટણી આચારસિંહતાના ભંગનો પ્રથમદર્શનીય મામલો સામે આવશે તો, ચૂંટણી પંચ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધાવાય તેવી શકયતાઓ બળવત્તર બની છે. જેને લઇ હાલ તો, ભાજપ બેકફુટ પર આવી ગયું છે. જો કે, બીજીબાજુ, ચૂંટણી પંચ પણ કોંગ્રેસ દ્વારા આ બંને કિસ્સાઓમાં ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી પગલાં લેવા કરેલી માંગણી અનુસંધાનમાં હવે ચૂંટણી પંચના સત્તાવાળાઓ દ્વારા પણ નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તેની પર સૌની નજર મંડાઇ છે. ચૂંટણી ટાણે વિવાદીત નિવેદનો કરી બેફામ રીતે વાણીવિલાસ કરવાના પ્રકરણમાં પાટણ ખાતે ગત તા.૩જી એપ્રિલના રોજ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ફોર્મ ભરતાં પહેલાં યોજાયેલી જાહેરસભામાં કેબીનેટ મંત્રી દિલીપ ઠાકોર દ્વારા જાહેરમંચ પરથી સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગતા કોંગ્રેસના આગેવાનોને બોંબ સાથે બાંધીને ફેંકી દો તેવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. જેને લઇને કોંગ્રેસમાં જબરદ્‌સ્ત પ્રત્યાઘાતો સામે આવ્યા હતા. કેબીનેટ મંત્રી દ્વારા ખુદ આ પ્રકારના વિવાદીત નિવેદનને લઇ કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ પણ કરી હતી. તો, ઓર્બ્ઝર્વરની ટીમ દ્વારા ચૂંટણી વિભાગ પાસેથી આ નિવેદન મામલે વીડિયો પણ માંગવામાં આવ્યો હતો. હવે ચૂંટણી અધિકારીઓ દ્વારા આ નિવેદનના વીડિયો સહિત સ્થળ પર હાજર રહેલા સરકારી અધિકારીઓ, શબ્દ ઉચ્ચારણના અર્થ સહિતની ચકાસણી કરી સમગ્ર રિપોર્ટ તૈયાર કરવા નોડલ ઓફિસરને સૂચના આપી દેવાઇ છે. જો આ ચકાસણી અને તપાસમાં કેબીનેટ મંત્રી દિલીપ ઠાકોરના નિવેદનથી ચૂંટણી આચારસંહિતાનો ભંગ થતો હોવાનું સ્પષ્ટ થશે તો, ચૂંટણી વિભાગ દ્વારા કલમ-૧૭૧ મુજબની ફરિયાદ તેમની સામે નોંધાવવામાં આવે તેવી શકયતા છે અને જો ચૂંટણી આચારસંહિતાનો ભંગ નહી થતો હોય તો, આ બાબતે કોઇ જ કાર્યવાહી કરવામાં નહી આવે તેમ પણ ચૂંટણી અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું. આ જ પ્રકારે વડોદરા લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટના સમર્થનમાં શુક્રવારે વાઘોડિયા ખાતે યોજાયેલી જાહેરસભામાં સંસદીય સચિવ અને વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે વાઘોડિયામાં રહેતા બહારના મતદારોને ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરી ધમકી આપી હતી કે, જો કમળને મત નહીં આપો તો ઠેકાણે પાડી દઇશ. બીજીબાજુ, મધુ શ્રીવાસ્તવનો આ વીડિયો આજે સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થતાં લોકોમાં આ પ્રકારની લુખ્ખી ધમકી આપનાર ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ ઉગ્ર આક્રોશ અને ફિટકાર વરસ્યો હતો. કોંગ્રેસે પણ આ સમગ્ર મામલે ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ કરી કસૂરવાર ધારાસભ્ય વિરૂધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે, જેના અનુસંધાનમાં ચૂંટણી પંચના અધિકારીઓએ આ ઘટનાનો પણ સમગ્ર રિપોર્ટ માંગ્યો છે. આમ, ભાજપના નેતાઓ કોંગ્રેસની સરખામણીએ બેફામ વાણીવિલાસ કરવા જતાં વધુ પડતાં ફસાયા છે, સાથે સાથે આ પ્રકારની ઘટનાઓને લઇ સભ્ય અને જાગૃત સમાજમાં ભાજપની જે ઇમેજ છે, તેને નિશંકપણે ધક્કો પહોંચ્યો છે.

Related posts

નર્મદા જિલ્લામાં ૭૯.૧૫ ટકા મતદાન નોંધાયું

aapnugujarat

નગરપાલિકા ચૂંટણી જીતવા માટે પરેશ ધાનાણીનો હુંકાર

aapnugujarat

सोला सीविल से मायाबहन सीधे अस्पताल गई और दोपहर तक वहीं थे : मायाबहन के पति डॉ. सुरेन्द्रभाई की गवाही में महत्वपूर्ण खुलासा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1