Aapnu Gujarat
ગુજરાત

૬ એપ્રિલથી એડવાન્સ ટેક્સ ભરનારને રિબેટ લાભ મળશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પાછલા કેટલાક વર્ષથી નવા નાણાકીય વર્ષમાં એડ્‌વાન્સ પ્રોપર્ટી ટેકસ ભરનાર કરદાતાને ટેક્સ બિલમાં દસ ટકાનું રિબેટ અપાયું છે. આજથી શરૂ થયેલા નવા નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ માટે કરદાતાને આગામી તા.૬ એપ્રિલથી એડવાન્સ ટેકસ રિબેટ યોજનાનો લાભ અપાશે. અમ્યુકોની આ ઓફરનો એડવાન્સ ટેકસ ભરનારા કરદાતાઓ લાભ ઉઠાવવો જ રહ્યો. જો કે, મે મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી આ રિબેટ યોજનાનો લાભ મળશે. ગઇકાલે નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯નો અંતિમ દિવસ હતો. જેના કારણે રાતના ૧ર વાગ્યા સુધીમાં મ્યુનિસિપલ તિજોરીને રૂ.૯પ૪.૪૩ કરોડની વિક્રમજનક આવક થઇ હતી. તંત્ર દ્વારા પ્રથમવાર બીએસએનએલ જેવી સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ સામે બાકી ટેકસ વસૂલાત ઝુંબેશ હેઠળ કડકાઇથી કામ લેવાયું હતું. દરમ્યાન આજથી નવું નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ની શરૂઆત થઇ છે. જે તે નાણાકીય વર્ષનો એડવાન્સ પ્રોપર્ટી ટેકસ ભરનાર કરદાતાને તંત્ર દ્વારા ટેક્સ બિલમાં ૧૦ ટકાની રાહત અપાતી હોઇ આ વખતે આગામી તા.૬ એપ્રિલથી કરદાતાઓને એડ્‌વાન્સ ટેક્સ રિબેટ યોજનાનો લાભ અપાશે. કરદાતાઓને આ લાભ મે મહિનાના પહેલા અઠવાડિયા સુધી મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રોપર્ટી ટેકસમાં ઓનલાઇન પેમેન્ટ ભરનાર કરદાતાને બે ટકાનું વધારાનું રિબેટ અપાશે. તંત્રને એડ્‌વાન્સ ટેકસ રિબેટ યોજનાથી ગત નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં રૂ.ર૪ર.૦ર કરોડ અને ગત નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં રૂ.ર૮૮.૮૦ કરોડની આવક થઇ હતી. તેથી અમ્યુકો સત્તાધીશો દ્વારા આ પ્રકારની યોજનાઓનો લાભ ચાલુ રખાય છે.

Related posts

કચ્છમાં કપરી સ્થિતિઃ પશુધન માટે વધુ ઘાસચારો ફાળવો તારાચંદ છેડા

aapnugujarat

દક્ષિણ પશ્ચિમ મોનસુન સમગ્ર રાજ્યમાં પહોંચ્યું

aapnugujarat

कॉर्पोरेशन पार्किंग स्पेस में ढाई गुना वृद्धि करेगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1