Aapnu Gujarat
ગુજરાત

કચ્છ યુનિ.ના પ્રાંગણમાં ખેલાયો ખૂની ખેલ, મુસ્લિમ અગ્રણી પર હુમલો

ભુજ શહેરના મુસ્લિમ અગ્રણી હમીદ અહેમદ ભટ્ટી ઉપર કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાં ખૂની હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ સમગ્ર કચ્છમાં ચકચાર મચી જવા પામી છે. હમીદ ભટ્ટી પર હુમલાનો બનાવ બપોરે બાર વાગ્યાની આસપાસ થયો હતો. તમને જણાવી દઇએ કે, હમીદ ભટ્ટી કચ્છ યૂનિવર્સિટીમાં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે પરિક્ષા આપીને પાછા ફરી રહ્યા હતાં તે દરમિયાન બે ગાડીમાં આવેલા ૧૫ જેટલા શખ્સોએ તલવાર, છરી અને ધોકા સહિતનાં ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો.
જોકે આ હુમલા દરમિયાન હમીદે સામનો કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરોએ હમીદ ભટ્ટીની કારને પણ ખુબ જ નુક્સાન પહોંચાડ્યું છે. તો જ્યાં હુમલો થયો ત્યાં લોહીના ધબ્બા સાથે લોહી એકઠું થઇ ગયું હતું. સ્થળ પર છરી અને હમીદની કારમાં તલવાર પણ મળી આવી હતી. ઇજાગ્રસ્ત હમીદ ભટ્ટીને ભુજની એકોર્ડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
હમીદ ભટ્ટીને હુમલા દરમિયાન ગળાની પાછળના ભાગે અને પેટમાં તીક્ષ્ણ હથિયારોના ઘા લાગ્યો હોઇ તેમની આ ઇજાઓ ગંભીર ગણવામાં આવી રહી છે. હાલમાં હામીદ ભટ્ટીનું સીટીસ્કેન કરવામાં આવ્યું છે કારણ કે, તેમને માથામાં ધોકા વડે આકરો માર મારવામાં આવ્યો છે.

Related posts

ભારત સરકારે હવે દેશના ગારમેન્ટ ઉદ્યોગ માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સાઈઝ બનાવવાનો નિર્ણય કર્યો

aapnugujarat

કાલે ગોંડલમાં સક્રિય સભ્યોનું કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાશે. – ૩૬૨૨ જેટલા સક્રિય સભ્યોને કાર્ડ વિતરણ કરવામાં આવશે.

aapnugujarat

સુરતમાં ઝડપાયું ૨૦૦૦-૫૦૦ની નકલી નોટ બનાવવાનું કારખાનું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1