Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બ્રિટનની સંસદે વડાપ્રધાન થેરેસા મે ના બ્રેગ્ઝિટ કરારને બીજીવાર ફગાવી દીધો

બ્રિટનની સંસદે વડાપ્રધાન થેરેસા મે ના બ્રેક્ઝિટ કરારને બીજીવાર ફગાવી દીધો છે. આનાથી બ્રિટનના યૂરોપીય સંઘથી અલગ થવાની નક્કી તારીખથી બે સપ્તાહ પહેલા દેશ અનિશ્ચિતતાના દોરમાં ચાલ્યો ગયો છે. બ્રિટીશ સંસદના નિચલા સદન હાઉસ ઓફ કોમર્સે ૨૪૨ના મુકાબલે ૩૯૧ વોટોથી આ કરારને ફગાવી દીધો છે.
આ પહેલા બ્રિટનના વડાંપ્રધાન થેરેસા મે દ્વારા બ્રેક્ઝિટ સમજૂતી પર પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોથી અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાની પ્રાથમિકતાઓને બાજુ પર મુકીને આ સમજૂતી પર એકજૂટ થાય. બ્રિટનને ૨૯ માર્ચના રોજ ૨૮ સદસ્યીય યૂરોપીય સંઘથી અલગ થવાનું છે પરંતુ ટેરીઝા મે આ સંબંધીત સમજૂતીને લઈને સંસદમાં સમર્થન પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરી રહી છે.
થેરેસા મે એ ગત મહિને પોતાની પાર્ટીના તમામ ૩૧૭ સાંસદોને પત્ર લખીને અપીલ કરી હતી કે તેઓ પોતાની પ્રાથમિકતાઓને દરકિનાર કરે. તેમને ચેતવ્યા હતા કે જો બ્રિટન કોઈ સમજૂતી વગર ઈયૂથી બહાર નિકળે છે તો આનાથી આપણી અર્થવ્યવસ્થા અને આમજનના દૈનિક જીવન પર ખરાબ અસર પડશે. આનાથી દેશ અને યૂરોપીય સંઘમાં રોજગાર પર પ્રતિકૂળ પ્રભાવ પડશે.ઉલ્લેખનીય છે કે બ્રિટનના હાઉસ ઓફ કોમન્સે જાન્યુઆરીમાં સમજૂતીને ફગાવી હતી અને આમાં ઠોસ બદલાવ ન થવાની સ્થિતીમાં મંગળવારે પણ આમ જ કરવાની આશંકા હતી. થેરેસા મે ની આ હાર બાદ બ્રિટનના સાંસદ આજે વોટ આપશે કે સમજૂતી વગત ૨૯ માર્ચના રોજ ઈયૂને છોડવામાં આવે કે નહી.

Related posts

ફિનલેન્ડ-સ્વીડનને નાટોમાં શામેલ કરવા પર તુર્કીના રાષ્ટ્રપતિ એદ્રોઆને ઇનકાર કર્યોે

aapnugujarat

Putin will take part in peace conference at Germany’s Libya

aapnugujarat

માતાના ગર્ભમાં જ બાળકની કરાઇ કરોડરજ્જુની સર્જરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1