Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાફેલ લીક કેસ : ફોટો કોપી થયેલા દસ્તાવેજ સુરક્ષા માટે સંવેદનશીલ

સનસનાટીપૂર્ણ રાફેલ પેપર લીકને લઇને સંરક્ષણ મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, આનાથી દેશની એકતા અને અખંડતા તથા સુરક્ષાની સાથે બાંધછોડ કરવામાં આવી છે. આજે રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, સરકારની મંજુર વગર રાફેલ યુદ્ધ વિમાન ડિલના સંવેદનશીલ દસ્તાવેજોની ફોટો કોપી કરવામાં આવી હતી જેને ચોરીથી ઓફિસની બહાર લઇ જવામાં આવ્યા હતા. સરકારે સુપ્રીમ કોર્ટમાં સાફ શબ્દોમાં કહ્યું હતું કે, જે લોકો અરજીમાં કેટલીક બાબતો માટે મંજુરી વગર સંવેદનશીલ દસ્તાવેજોની ફોટો કોપીના કાવતરા કર્યા હતા તે લોકો દ્વારા આ દસ્તાવેજોની ચોરી કરી હતી. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, અરજી કરનાર યશવંતસિંહા, અરુણ શૌરી અને પ્રશાંત ભૂષણ સંવેદનશીલ સૂચનાઓ લીક કરવાના મામલામાં દોષિત છે. કોર્ટને કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારના દસ્તાવેજો લીક કરવામાં આવતા વિદેશી સંબંધો ઉપર પણ પ્રતિકુળ અસર થઇ છે. એફિડેવિટમાં સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, રાફેલ સમીક્ષા કેસમાં અરજી કરનાર લોકો દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અતિસંવેદનશીલ છે જે યુદ્ધ વિમાનની યુદ્ધ ક્ષમતા સાથે સંબંધિત છે. મામલાની આંતરિક તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, અરજી કરનાર લોકોએ રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં આંતરિક મંત્રણાના સંદર્ભમાં અધુરી માહિતી રજૂ કરવા માટે ગેરકાયદેરીતે મેળવેલા દસ્તાવેજો પોતાની રીતે રજૂ કરી દીધા છે. કેન્દ્ર સરકારે એફિડેવિટમાં એમ પણ કહ્યું છે કે, અરજીમાં જે સંવેદનશીલ દસ્તાવેજોને આધાર બનાવવામાં આવ્યા છે તે એક શ્રેણીના છે. તેમના માટે સાક્ષી કાયદાની દ્રષ્ટિએ વિશેષાધિકારના દાવા કરી શકાય છે.
હકીકતમાં સુપ્રીમ કોર્ટના એટર્ની જનરલ કેકે વેણુગોપાલની આ ટિપ્પણીથી રાજકીય ભૂકંપની સ્થિતિ સર્જાઈ ગઈ છે. રાફેલ યુદ્ધ વિમાનના સોદા સાથે સંબંધિત દસ્તાવેજો ચોરી થઇ ગયા છે તેવા નિવેદન બાદ દેશભરમાં હોબાળો થયો હતો. મોડેથી એટર્ની જનરલે દાવો કર્યો હતો કે, રાફેલ દસ્તાવેજો સંરક્ષણ મંત્રાલયથી ચોરી કરવામાં આવ્યા નથી. સુપ્રીમ કોર્ટના તેમની બાબતનો મતલબ એ હતો કે, અરજી કરનાર લોકોએ અરજીમાં એવા મૂળભૂત કાગળોની ફોટો કોપીનો ઉપયોગ કર્યો હતો જે ગુપ્ત હોય છે. રાફેલના દસ્તાવેજો લીક થવાને લઇને વિરોધ પક્ષોએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સંવેદનશીલ કાગળો ચોરી હોવાને લઇને સરકાર ઉપર પ્રહારો કર્યા હતા અને આમા તપાસની માંગ કરી હતી. જો કે, વેણુગોપાલે મોડેથી સ્થિતિને સંભાળી લીધી હતી અને કહ્યું હતું કે, તેમને કહેવામાં આવ્યું છે કે, વિપક્ષે એવો આક્ષેપ કર્યો છે કે, ફાઇલો સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી થઇ ગઇ છે પરંતુ આ પ્રકારના આક્ષેપો આધાર વગરના છે.

Related posts

Dr. Sanjay Singh resigns from Congress and Rajya Sabha will join BJP

aapnugujarat

બિહારમાં નકલી પોલીસ સ્ટેશન ઝડપાયું

aapnugujarat

જરૂરી નથી કે અમિતાભ બીજેપીના દરેક બોગસ કામનો હિસ્સો બનેઃ નિરુપમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1