Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સેનાની કાર્યવાહી : આ વર્ષે ૪૪ ત્રાસવાદીઓનો ખાત્મો

કાશ્મીરમાં ત્રાસવાદના રસ્તા પર જતા યુવાનોને રોકવામાં મોટા પાયે સફળતા મળી છે. ત્રાસવાદીઓની નવી ટોળકી ઉભી થવાની પ્રક્રિયા પર સેનાની કઠોર નીતિ બ્રેક મુકવામાં સફળ રહી છે. ત્રાસવાદીઓની નવી પેદાવારને રોકવા માટે સેનાની રણનિતી હવે રંગ બતાવી રહી છે. સેનાએ પોતાના ઓપરેશન ઓલઆઉટની સાથે જ અહીં ત્રાસવાદીઓના જનાજા પર ભીડને ઘટાડી દેવામાં અને આમાં તેમના સાગરીતોના ભાષણ પર નિયંત્રણ મુકી દેવામાં સફળતા મેળવી છે. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે ગયા વર્ષે નવેમ્બરમાં જ્યાં ૧૦ નવા ત્રાસવાદી બન્યા હતા. જ્યારે ડિસેમ્બરમાં ૨૦ યુવાનો ત્રાસવાદના રસ્તા પર આગળ વધી ગયા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં ત્રાસવાદીઓની ભરતમાં બ્રેક મુકાઇ છે. ત્રાસવાદીઓ પોતાની સાથે ત્રણ નવા યુવાનોને જોડી શક્યા છે. ફેબ્રુઆરીમાં કોઇ નવા યુવાનો ત્રાસવાદી ગતિવિધીમાં સામેલ થયા નથી. જાણકાર લોકોનુ કહેવુ છે કે પહેલા ત્રાસવાદીઓના સમર્થક વક્ત વક્ત પર ચલોના નારા લગાવતા હતા. સોમવારે સેનાની ૧૫મી કોરના જીઓસી કેજેએસ ધીલને પત્રકાર પરિષદ યોજીની કહ્યુ હતુ કે ૨૧ દિવસના ગાળામાં ૧૮ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના અધિકારીઓની સાથે શ્રીનગરમાં પત્રકાર પરિષદ યોજીને તેમણે કહ્યું હતું કે, છેલ્લા ૨૧ દિવસના ગાળામાં જે આતંકવાદીઓ માર્યા ગયા છે તેમાં આઠ પાકિસ્તાની ત્રાસવાદીઓ છે. મોટી સંખ્યામાં આતંકવાદીઓ ટ્રેનિંગ પામેલા હતા. ભારતમાં ઘુસણખોરી કરીને આ આતંકવાદીઓ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં હતા. છેલ્લા થોડાક દિવસમાં ત્રાસવાદીઓની સામે અનેક મોટા ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે. શ્રીનગરમાં થયેલી સુરક્ષા દળોની સંયુક્ત પત્રકાર પરિષદમાં પુલવામા એન્કાઉન્ટરની માહિતી આપતા કાશ્મીર રેંજના આઈજી પ્રકાશ પાનીએ કહ્યું હતું કે, રવિવારના દિવસે પુલવામાના પિંગલિસમાં અથડામણમાં સેના અને ત્રાસવાદીઓ વચ્ચે જંગ ખેલાયો હતો જેમાં સેનાન જવાનોએ જૈશના આતંકવાદી મુદસ્સિરને ઠાર કરી દીધો હતો.સેનાના અધિકારીઓએ કહ્યુ છે કે જો આ રીતે પ્રવાહ ચાલશે તો યુવાનોને ત્રાસવાદના રસ્તા પર જવામાં રોકી શકાશે. સાથે સાથે રાજ્યમાં શાંતિ સ્થાપિત થઇ શકશે.

Related posts

૨૦૧૯નું વર્ષ રાહુલ ગાંધી માટે ફળદાયી રહેશે અને ૫૬ ઇંચની છાતી ૨૬ની થઇ જશે : સિદ્ધુ

aapnugujarat

पटना में युवती सहित 3 लोगों के कटे सिर बरामद हुए

aapnugujarat

કોંગ્રેસનો માથાનો દુઃખાવો બન્યાં શત્રુધ્ન, પાર્ટી ધર્મના બદલે આપ્યું પત્ની ધર્મને મહત્વ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1