Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ત્રાસવાદી કેમ્પોને ખતમ કરવા પાકિસ્તાનને સૂચન

પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી કેમ્પોને ફુંકી મારવા પાકિસ્તાન ઉપર હવે ભારત અને અમેરિકાનું દબાણ સતત વધી રહ્યું છે. હજુ સુધી પોતાના વિસ્તારમાં આતંકવાદીઓ સક્રિય હોવાના એહવાલને પાકિસ્તાન રદિયો આપતો રહ્યો છે પરંતુ હવે તેની તપાસ ચાલી શકશે નહીં. અમેરિકા અને ભારતે ત્રાસવાદી માળખાઓ તોડી પાડવા માટે સૂચના આપી દીધી છે. આવનાર દિવસોમાં તેને વધુ કઠોર કાર્યવાહી કરવાની ફરજ પડશે. પાકિસ્તાન દ્વારા એફ-૧૬નો ઉપયોગ હવાઈ ઓપરેશન દરમિયાન કરવામાં આવ્યો હતો તે મામલામાં તપાસ કરવા અમેરિકા ઉપર ભારતે પણ દબાણ વધારી દીધું છે. બાલાકોટમાં આતંકવાદી કેમ્પો ઉપર ભારતે હવાઈ હુમલા કર્યા બાદ પાકિસ્તાને દુસાહસ કરીને ભારતીય સૈન્ય વિસ્તારમાં હુમલાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતા. આગાળા દરમિયાન પાકિસ્તાન દ્વારા પ્રતિબંધિત એફ-૧૬ વિમાનનો ઉપયોગ કર્યો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેની અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયો સાથે બેઠક બાદ આ નિવેદન જારી કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન હંમેશા વૈશ્વિક સમુદાયની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કરે છે. વિદેશ સચિવ દ્વારા એમ પણ કેવામાં આવ્યું હતું કે, ભારતીય અધિકારીઓ અમેરિકાના અધિકારીઓને મળી ચુક્યા છે. ભારતીય અધિકારીઓ દ્વારા જુદા જુદા પાસા પર અમેરિકા સાથે વિચારણા કરવામાં આવી છે. સાઉદી અરેબિયાના મંત્રીએ પણ કહ્યું છે કે, આતંકવાદ સામે નક્કર પગલા લેવાનો સમય આવી ગયો છે. ત્રણ દિવસીય ભારત યાત્રાને લઇને અમેરિકાના અધિકારીઓ પણ આશાવાદી દેખાઈ રહ્યા છે. પાકિસ્તાન દ્વારા જે રણનીતિ હાલમાં અપનાવવામાં આવી રહી છે તેને લઇને વધુ ધ્યાન આપવા અમેરિકાને કહેવામાં આવ્યું છે. પુલવામા હુમલા અને ત્યારબાદ ભારત દ્વારા કરાયેલા હુમલા બાદ ભારત અને અમેરિકા વચ્ચેની આ પ્રથમ બેઠક હતી. બીજી બાજુ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમુદ કુરેશીએ પણ અમેરિકાના સુરક્ષા સલાહકારને ફોન કરીને ત્રાસવાદને લઇને વાત કરી છે. પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની માહિતી પણ આપવામાં આવી છે. બીજી બાજુ પાકિસ્તાનને હાલમાં કોઇપણ અમેરિકી મદદ નહીં કરવાની ખાતરી અમેરિકા તરફથી આપવામાં આવી છે.

Related posts

अमेजन आग : जी-7 में विश्व नेताओं ने ब्राजील की मदद का किया एलान

aapnugujarat

नासा द्वारा भारतीय – अमेरिकी भव्या लाल अमेरिकी अंतरिक्ष एजेंसी की कार्यकारी प्रमुख नियुक्त

editor

“મેન્સ્ટ્રુઅલ કપ્સ” શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેના ફાયદા શું છે? જાણો સમગ્ર માહિતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1