Aapnu Gujarat
મનોરંજન

વાણી કપુરને રિતિક- ટાઇગર સાથે એક્શન ફિલ્મ મળી

અભિનેત્રી વાણી કપુરને સારી ફિલ્મોની ઓફર કરવામાં આવી રહી હોવા છતાં તે ફિલ્મો સાઇન કરી રહી નથી. જો કે તે રિતિક રોશન અને ટાઇગર શ્રોફની સાથે એક ફિલ્મમાં નજરે પડનાર છે. જેનુ નામ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી. વાણી માત્ર કોઇ એક ભાષા સુધી મર્યાદિત રહેવા માંગતી નથી. તે મિળ અને તેલુગ ફિલ્મો પણ વધારે પ્રમાણમાં કરવા માટે ઇચ્છુક છે. તે ચર્ચામાં રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. નિર્માતા નિર્દેશકોનુ ધ્યાન દોરવાના તેના પ્રયાસો સફળ થઇ શકે છે. તે વધારે બોલ્ડ અને સેક્સી ફોટો પણ રજૂ કરી રહી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાનુ સપનુ ધરાવે છે. બોલિવુડની ફિલ્મોમાં ટકી રહેવા માટે તે વધારે સ્લીમ દેખાવવા માટે પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે. બેફિક્રેમાં નજરે પડેલી અભિનેત્રીએ કહ્યું છે કે, તે ઇચ્છે છે કે અફવા સાચી પડે અને તે આગામી સમયમાં બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે કામ કરી શકે. પોતાની આગામી ફિલ્મો અંગે પૂછવામાં આવતા ૨૮ વર્ષીય અભિનેત્રી વાણી કપૂરે કહ્યું હતું કે, કોઇપણ યોજના હજુ તૈયાર થઈ નથી. પટકથામાં હાલ તે અભ્યાસ કરી રહી છે. તેની પાસે કેટલીક ફિલ્મોની ઓફર આવી છે. વાણી કપુર એક્શન ફિલ્મ માટે વધારે ફિટ અભિનેત્રી હોવાનો દાવો બોલિવુડમાં લોકો કરે છે. ચોપડા બેનર સાથે તેના સારા સંબંધ રહેલા છે. વાણી કપુર ટાઇગર શ્રોફ અને રિતિક રોશન જેવા એક્શન સ્ટાર સાથે ફિલ્મ મળ્યા બાદ ભારે ખુશ દેખાઇ રહી છે.

Related posts

પ્રીતિ ઝિંટાએ બાંદ્રામાં ખરીદ્યો કરોડોનો આલીશાન ફ્લેટ

aapnugujarat

માનવ તસ્કરી : દલેર મહેંદીને બે વર્ષની સજા ફટકારાઈ

aapnugujarat

अक्षय छोटे पर्दे पर वापसी करने को तैयार हुए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1